વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૩૧

 

બીજે દિવસે બપોરે ઠાકોરજી જમાડ્યા પછી એક વાગે વચનામૃત ગ. પ્ર. ૩૧ નિરૂપતાં બોલ્યા:

“મોટપ નિશ્ચય ને આજ્ઞાએ કરીને છે. હજારો શિષ્યો માનતા હોય તોય નહિ. આજે આપણા સત્સંગમાં આવી મોટપ દરેકને છે. દેહ-સ્વભાવ સામું જોઈ અવગુણ ન લેવો. સંબંધ સામું જોવું. પાંચ વર્તમાન પૂરાં હોય ને કોઈ ઊંઘતો હોય, ઝોલું ખાતો હોય... અવગુણ ન લેવો. હેતની, શિખામણની વાત કરી આ મારગે ચડાવવા. ટેવ પડી જાય તો દરેકનો અવગુણ લે લે કરે.

“શાસ્ત્રીજી મહારાજ કહેતા: ‘વડતાલવાળાનો અવગુણ ન લેવો. આપણા છે.’ દિવ્યભાવની દૃઢતા કરવી. અક્ષરપુરુષોત્તમનો મહિમા ગાવો, સાંભળવો. સ્વામીશ્રીની ક્રિયા અલૌકિક ક્રિયા લાગે. મોટાપુરુષમાં મનુષ્યભાવ આવે પછી મહારાજમાં આવે. જીવનું બગડે. એ રસ્તો જ બંધ.

“આપણા દેહનો અવગુણ લેવો: ‘કથામાં બેસવા દેતો નથી. ઊંઘ આવે છે.’”

પછી કહે, “ટાઇમ ઓછો છે, નહિ તો ત્રણ કલાક નિરૂપણ થાય. સેવાનું, નિર્દોષભાવનું, અવગુણ ન લેવાનું વગેરે ત્રણ કલાકનું નિરૂપણ છે. પ્રત્યક્ષ – સાક્ષાત્ દૃષ્ટિગોચર ભગવાન ને સંત મળ્યા છે.

“અક્ષરપુરુષોત્તમનું નામ લે તેને માટે શરીરના જોડા કરીને આપીએ – એમ અહોહોપણું રહે.

“અહોહો! હરિજયંતી કરી! મહારાજના જન્મનો ઉપવાસ કર્યો! ઉપવાસને દિવસે પાંચસોનું રાંધવું હોય તોય કાંટો રહે.”

[બ્રહ્મસ્વરપ યોગીજી મહારાજ: ૩/૨૫૯-૨૬૦]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ