વચનામૃત નિરૂપણ

ગઢડા પ્રથમ ૫૫

તા. ૪/૫/૧૯૬૪, વાસણા-કોતરિયા. ઉકાળા-પાણી પછી કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા પ્રથમ ૫૫ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “સંત ભેળા રહે તેને અશુભ દેશ શું? સંત તો પવિત્ર છે; પણ સંગદોષ લાગે. મોળી વાતમાં સૌ ભળે. સર્વોપરી કાર્ય થતું હોય પણ એક શબ્દ આવ્યો તો ઠબ! આપણે ઉત્તમ દૃઢતા કરવી. ડંકો મારવો છે. જીવમાં ઉતારવું. નિશ્ચય, સંગઠનભાવ, એકતા રાખવી. ભારે બીજબળ થાય. ભારે પુણ્ય મળે. આજ્ઞા ન પાળે તો દૃઢતા મોળી પડી જાય. સારા ભગવાનના ભક્તનો અભાવ, અવગુણ લેવાઈ ગયો તે નડે છે. શાથી દ્રોહ થયો? પૂર્વનાં પાપ.

“ખબડદાર થાય, ટૂક ટૂક થાય, બળીને ભસ્મ થાય, એમ શૂરવીરપણું રાખે. પોલીસ ખબડદાર રહે, તેમ ખબડદાર થાવું. પોલીસ હાથ આડા અવળી ન કરે તો ગાડી ભટકાઈ જાય ને પોલીસને સસ્પેન્ડ કરી નાખે. એમ અભાવ-અવગુણ લે તો મહારાજ સત્સંગમાંથી કાઢી નાખે. અભાવ-અવગુણ ન આવે, પાછો ન પડે. આ જેને સમજાઈ જાય તેને ૨૬૨ વચનામૃત સિદ્ધ થઈ જાય. માટે અવળા વિચાર કરી હેડ્યમાં પગ ન ઘાલવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૬૩૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ