વચનામૃત પ્રસંગ

ગઢડા અંત્ય ૨૮

તા. ૨૫મીએ રાત્રે કલેક્ટર ગોવિંદસિંહજી ચૂડાસમા સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રી પ્રત્યે અનુરાગી એવા તેમને સ્વામીશ્રીને જલદી બીમારી છોડી દેવા વિનંતી કરી. તે સાંભળી સ્વામીશ્રી તેમને હસતાં હસતાં કહે, “અમારાથી અમારા માટે પ્રાર્થના ન થાય – મહારાજને ન કહેવાય. મહારાજે વચનામૃત (અંત્ય ૨૮)માં કહ્યું છે કે ગમે તેવો આપત્કાળ પડે, તો પણ દેહપર્યંત મૂંઝાય નહીં. શૂળીએ ચડ્યા હોઈએ તો પણ પ્રાર્થના ન થાય. માટે આપ સૌ હરિભક્તો પ્રાર્થના કરો.” એમ કહી ખૂબ હસ્યા.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૬૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ