પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા
ચોપાઈ
જેમ અન્ય લોક થાય ભેળા, એમ સમજશો મા એહ લીલા;
જેને કહું છું ફરી ફરી અમે, તેની રીત્ય સાંભળજ્યો તમે. ૩
નર ઇચ્છે છે નરેશ થાવા, રાજા ઇચ્છે અમરલોક જાવા;
અમર ઇચ્છે ઇન્દ્રપદવી, ઇન્દ્ર ઇચ્છે થાવા આદ્ય કવિ. ૪
વિધિ પર તે વિરાટ કહીએ, તે પર પ્રધાનપુરુષ લઈએ;
તે પર મૂળ પ્રકૃતિપુરુષ, તેથી પર અક્ષર સુજશ. ૫
અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ;
તેનું દર્શન ને સ્પર્શ ક્યાંથી, સહુ વિચારોને મન માંથી. ૬
જે છે મન વાણીને અગમ, તે તો આજ થયા છે સુગમ;
અતિ દુર્લભ દર્શન જેનાં, કહું છું આ ચરિત્ર હું તેનાં. ૭
જે કોઈ જાણે અજાણ્યે સાંભળશે, તેનાં જન્મમરણ તાપ ટળશે;
જે કોઈ સમજે જથારથ જન, તેનું થાશે તેજોમય તન. ૮
માહાત્મ્ય સહિત સમજશે સ્વરૂપ, તે તન મૂકતાં અક્ષરરૂપ;
છે તો વાત મોટી એવી ઘણી, નાવે પ્રતીત કહેતાં તે તણી. ૯
તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ. ૩૮
અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત;
ભક્ત જક્ત માંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા. ૩૯
જે જે મૂરતિ જનને ભાવે, તે મૂર્તિ નિજધામ પહોંચાવે;
પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ. ૪૦
એવાં સુણી વાલાનાં વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય;
સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા. ૪૧

પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત
પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળજ્યો સહુ જન;તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ. ૩૮