પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે
પૂર્વછાયો
જેમ ઉપવાસી જનને, આવે અમૃતનું નોતરું,
તે પીવા પળ ખમે નહિ, જાણે કૈ વારે પાન કરું । ૮
એમ થઈ છે અંતરે, હરિયશ કે’વા હામ હૈયે,
જાણું ચરિત્ર નાથનાં, અતિ ઉત્તમ ક્યારે કૈયે । ૯
હળવે પુણ્યે હોય નહિ, વળી હરિકથાનો યોગ,
મોટે ભાગ્યે એ મળે, ટળે ભારે મહા ભવરોગ । ૨૬
તમે વળી નારાયણ માંઈ, કહીએ અમે ફેર નથી કાંઈ । ૩૫
છો તો એક ને દિસો છો દોય, તેનો ભેદ જાણે જન કોય,
માટે આ ભૂનાં ભાગ્ય અમીત, થઈ પ્રભુ ચરણે અંકિત । ૩૬
તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કા’વે ત્યાગી ને લોભ ન ટાળે રે । ૧૨
ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણે રે, ન વર્તે વર્તાવે અજાણ રે,
જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એહ ષટ્ ખલને ધિક્કાર રે । ૧૩
સ્વસ્તિ શ્રી ભુજનગર માંઈ, સ્વામી રામાનંદ સુખદાઈ । ૯
અત્ર લોજથી લખ્યો કાગળ, તમ કૃપાએ સુખી સકળ,
તમારા સુખના સમાચાર, લખજો મારા પ્રાણ આધાર । ૧૫
બીજું લખવા કારણ જેહ, સ્વામી સાંભળજ્યો તમે તેહ,
કોશળ દેશથી આવ્યા છે મુનિ, કહું વાત હવે હું તેહુની । ૧૬
દેહ માંહિ જેટલી છે નાડી, દેખાય છે તે સર્વે ઉઘાડી,
ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણું આપે તપની મૂરતિ । ૧૭
નીલકંઠ નામે નિદાન છે, શિવ જેવા વૈરાગ્યવાન છે,
મેઘ જેવા સહુના સુખધામ, દેખી દર્પ હરે કોટિ કામ । ૧૮
વર્ણિવેષ દૃષ્ટિ અનિમેષ, બ્રહ્મસ્થિતિમાં રહે છે હમેશ,
ઉદાર મતિ અચપળતા, પાસળે કાંઈ નથી રાખતા । ૧૯
કિશોર અવસ્થાને ઉતરી, આવ્યા અત્ર તીરથમાં ફરી,
સુંદર મુખ ને માથા ઉપર, કેશ નાના ભૂરા છે સુંદર । ૨૦
બોલે છે સ્પષ્ટ વાણી મુખ, નારીગંધથી પામે છે દુઃખ,
માન મત્સર નથી ધારતા, પ્રભુ વિના નથી સંભારતા । ૨૧
જીર્ણ વલકલ ને મૃગછાલા, હાથ માંહિ છે તુલસી માળા,
સરળ ક્રિયામાં સદા રહે છે, મુનિના ધર્મને શિખવે છે । ૨૨
રાખે છે ગુરુભાવ અમમાં, વૃત્તિ લાગી રહી છે તમમાં,
રસ રહિત જમે છે અન્ન, તેહ પણ બીજે ત્રીજે દન । ૨૩
ક્યારેક ફળ ફૂલ નિદાન, ક્યારે કરે વારિ વાયુપાન,
ક્યારે અયાચ્યું અન્ન આવ્યું લીએ, ક્યારે મળ્યું પણ મૂકી દીએ । ૨૪
ક્યારેક મરચાં મીંઢીઆવળ, જમે એજ એકલું કેવળ,
ખારું ખાટું તીખું તમતમું, રસ નીરસ બરોબર સમું । ૨૫
ટંક ટાણાની ટેવ જ નથી, અતિનિસ્પૃહ રહે છે દેહથી,
જે જે ક્રિયાઓ કરે છે એહ, તન ધારીએ ન થાય તેહ । ૨૬
ગ્રીષ્મ પ્રાવૃટ ને શરદ ૠતુ, હેમંત શીત ને વળી વસંતું,
છોયે ૠતુમાં વસવું વને, વહાલું લાગે છે પોતાને મને । ૨૭
મેડી મોલ આવાસમાં રહેવું, તે જાણે છે કારાગૃહ જેવું,
ઉનાળે તો તાપે છે અગનિ, ચોમાસે સહે ધારા મેઘની । ૨૮
શિયાળે બેસે છે જળ માંઈ, તેણે તન ગયું છે સુકાઈ,
કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધોનો મત । ૨૯
બાળપણે સિદ્ધદશા જોઈ, અમે સંશય કરું સહુ કોઇ,
એના તપના તેજને માંઈ, અમારું તપ ગયું ઢંકાઈ । ૩૦
જેમ દિનકર આગળ દિવો, એ પાસે ત્યાગ અમારો એવો,
એની વાત તો આ પ્રમાણે છે, સર્વ યોગકળાને જાણે છે । ૩૧
તે પીવા પળ ખમે નહિ, જાણે કૈ વારે પાન કરું । ૮
એમ થઈ છે અંતરે, હરિયશ કે’વા હામ હૈયે,
જાણું ચરિત્ર નાથનાં, અતિ ઉત્તમ ક્યારે કૈયે । ૯
હળવે પુણ્યે હોય નહિ, વળી હરિકથાનો યોગ,
મોટે ભાગ્યે એ મળે, ટળે ભારે મહા ભવરોગ । ૨૬
પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે
ચોપઈ નાથને વહાલા છો તપેશ્વર, પ્રભુ સેવામાં છો તતપર,તમે વળી નારાયણ માંઈ, કહીએ અમે ફેર નથી કાંઈ । ૩૫
છો તો એક ને દિસો છો દોય, તેનો ભેદ જાણે જન કોય,
માટે આ ભૂનાં ભાગ્ય અમીત, થઈ પ્રભુ ચરણે અંકિત । ૩૬
પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે
વળી તપસ્વી ક્રોધી ભક્ત કામી રે, હોય એવા જે નર હરામી રે,તજી સ્વધર્મ બીજો ધર્મ પાળે રે, કા’વે ત્યાગી ને લોભ ન ટાળે રે । ૧૨
ગુરુ શિષ્યને શાસ્ત્ર પ્રમાણે રે, ન વર્તે વર્તાવે અજાણ રે,
જ્ઞાની ખંડે પ્રભુનો આકાર રે, એહ ષટ્ ખલને ધિક્કાર રે । ૧૩
પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે
પછી મુક્તાનંદજી મહારાજ, બેઠા કાગળ લખવા કાજ,સ્વસ્તિ શ્રી ભુજનગર માંઈ, સ્વામી રામાનંદ સુખદાઈ । ૯