પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા

ચોપાઈ પ્રકટ વાતો પ્રકટ વ્રતમાન રે, પ્રકટ ભક્ત પ્રકટ ભગવાન રે;
નથી ઉધારાની એકે વાત રે, જે જે જોઈએ તે તે સાક્ષાત્ રે. ૬
બીજા કહે મુવા પછી મોક્ષ રે, વળી પ્રભુ બતાવે છે પ્રોક્ષ રે;
કોઈ કહે છે કર્મે કલ્યાણ રે, એવા પણ બહુ છે અજાણ રે. ૭
કોઈ કહે પ્રભુ નિરાકાર રે, એવા પણ અજાણ અપાર રે;
કોઈ કહે છે વૈદિક કર્મે રે, કલ્યાણ છે જાણો એક બ્રહ્મે રે. ૮
કોઈ કહે છે દેવી ને દેવ રે, કોઈ કહે મોક્ષદા મહાદેવ રે;
એ તો સર્વે વારતા છે સારી રે, પણ જનને જોવું વિચારી રે. ૯
જ્યારે એમ જ અર્થ જો સરે રે, ત્યારે હરિ તન શીદ ધરે રે;
જ્ઞાન વિના તો મોક્ષ ન થાય રે, એમ શ્રુતિ સ્મૃતિ સહુ ગાય રે. ૧૦
માટે પ્રકટ જોઈયે ભગવંત રે, એવું સર્વે ગ્રંથનું સિધાંત રે;
જેમ પ્રકટ રવિ હોય જ્યારે રે, જાય તમ બ્રહ્માંડનું ત્યારે રે. ૧૧
જેમ પ્રકટ જળને પામી રે, જાય પ્યાસીની પ્યાસ તે વામી રે;
જેમ પ્રકટ અન્નને જમે રે, અંતર જઠરા ઝાળ વિરમે રે. ૧૨
તેમ પ્રકટ મળે ભગવાન રે, ત્યારે જનનું કલ્યાણ નિદાન રે;
માટે પ્રકટ ચરિત્ર સાંભળવું રે, હોય પ્રકટ ત્યાં આવી મળવું રે. ૧૩
જ્યાં હોય પ્રકટ પ્રભુ પ્રમાણ રે, તિયાં જનનું સહજે કલ્યાણ રે;
કાન પવિત્ર થાય તે વાર રે, સુણે પ્રકટના જશ જ્યારે રે. ૧૪
જેમ સાગર તરવા નાવ રે, તે વિના બીજો નથી ઉપાય રે;
માટે કહેવાં પ્રકટનાં ચરિત્ર રે, તેહ વિના ન થાય પવિત્ર રે. ૨૦
માટે પ્રત્યક્ષનાં જે ચરિત્ર રે, તે જ નિર્ગુણ પરમ પવિત્ર રે;
જે જે રીત્યે પ્રત્યક્ષનો જોગ રે, તેજ નિર્વિઘન નિરોગ રે. ૩૮
માટે આ કથા સાંભળ્યા જેવી રે, નથી બીજી કથાઓ આ તેવી રે;
છે આ ભક્તચિંતામણિ નામ રે, જે જે ચિંતવે તે થાય કામ રે. ૩૯
હેતે ગાય સુણે જે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે;
સુખ સંપતિ પામે તે જન રે, રાખે આ ગ્રંથ કરી જતન રે. ૪૦
ગંગ ઉન્મત્ત તીરે છે ગામ રે, પુર પવિત્ર ગઢડું નામ રે;
તિયાં ભાવેશું કથા આ ભણી રે, ભક્તપ્રિય ભક્તચિંતામણિ રે. ૫૧
સંવત અઢાર વર્ષ સત્યાશી રે, આસો સુદિ સુંદર તેરશી રે;
ગુરુવારે કથા પૂરી કીધી રે, હરિભક્તને છે સુખનિધિ રે. ૫૨
બીજી કથા તો બહુ સાંભળે રે, પણ આ વાત ક્યાં થકી મળે રે;
જેમાં ચર્ણે ચર્ણે છે આનંદ રે, પામે જન કહે નિષ્કુળાનંદ રે. ૫૩

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading