પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે

પૂર્વછાયો તમારા પ્રતાપ થકી, પાંગળો પર્વત ચડે,
તમારા પ્રતાપ થકી, અંધને આંખ્યો જડે । ૩૬
તમારા પ્રતાપ થકી, મૂકો મુખે વેદ ભણે,
તમારા પ્રતાપ થકી, રંક તે રાજા બણે । ૩૭

પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા

સામેરી સરવે સંત સુજાણને, હું પ્રથમ લાગી પાય,
આદરું આ ગ્રંથને, જેમાં વિઘન કોઈ ન થાય । ૧
સંત કૃપાએ સુખ ઊપજે, સંત કૃપાથી સરે કામ,
સંત કૃપાથી પામીએ, પૂરણ પુરુષોત્તમ ધામ । ૨
સંત કૃપાએ સદ્‌મતિ જાગે, સંત કૃપાથી સદ્‌ગુણ,
સંત કૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ । ૩
સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવન,
ૠષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન । ૪
જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગન,
સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન । ૫
એવા સંત શિરોમણિ, ઘણિઘણિ શું કહું વાત,
તેવું નથી ત્રિલોકમાં, સંત સમ તુલ્ય સાક્ષાત્ । ૬
કામદુઘા કલ્પતરુ, પારસ ચિંતામણિ ચાર,
સંત સમાન એ એકે નહિ, મેં મનમાં કર્યો વિચાર । ૭
અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે એહ,
સંત સેવ્યે સુખ ઉપજે, રહે અખંડ અટળ એહ । ૮
ચોપાઈ એવા સંત સદા શુભમતિ, જક્ત દોષ નહિ જેમાં રતિ,
સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું હું શીષ । ૯
સદ્‌ગુણના સિંધુ ગંભીર, સ્થિર મતિ અતિશય ધીર,
માન અભિમાન નહિ લેશ, એવા સંતને નામું હું શીષ । ૧૦
અહંકાર નહિ અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જિત,
ઇન્દ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીષ । ૧૧
નિરભે બ્રહ્મવિત પુનિત, ક્ષમાવાન ને સરળ ચિત્ત,
સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું હું શીષ । ૧૨
શમ દમાદિ સાધને સંપન, બોલે મળીને મન રંજન,
શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું હું શીષ । ૧૬
સંશયહર્તા ને કલ્યાણકર્તા, વળી વેદ પુરાણના વેત્તા,
કોમળ વાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું હું શીષ । ૧૮
સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે,
એવા ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું હું શીષ । ૨૧
સુણી પારકા દોષને દાટે, તે જીવના રૂડાં થવા માટે,
ઉરે અધર્મનો નહિ પ્રવેશ, એવા સંતને નામું હું શીષ । ૨૪
રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટ અંગ, અતિ તજ્યો ત્રિયાનો પ્રસંગ,
પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું હું શીષ । ૨૯
એવા સદ્‌ગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર,
અજ્ઞાનતમના છે દિનેશ, એવા સંતને નામું હું શીષ । ૩૦

Selection

પ્રકરણ ૧: ગ્રંથલેખનના પ્રારંભમાં મહારાજની સહાય માગતા કહે છે પ્રકરણ ૨: સંતની સહાય માગતા વર્ણવેલ સંતમહિમા પ્રકરણ - ૩: ગ્રંથ લખવાનો ઉત્સાહ જણાવે છે પ્રકરણ - ૫: નરનારાયણ ૠષિનાં દર્શને ગયેલા ૠષિઓને પ્રથમ એકલા નરૠષિનાં દર્શન થાય છે ત્યારે ૠષિઓ કહે છે પ્રકરણ - ૧૩: રામાનંદસ્વામી ધર્મપિતાને કુસંગનો સૂક્ષ્મભેદ સમજાવે છે પ્રકરણ - ૪૧: રામાનંદસ્વામીને મુક્તાનંદસ્વામી નીલકંઠવર્ણીનો મહિમા પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૨: નીલકંઠવર્ણી સ્વવૃત્તાંત રામાનંદસ્વામીને પત્રમાં જણાવે છે પ્રકરણ - ૪૬: ગાદી સ્વીકારવાની ના પાડતા વર્ણી રામાનંદસ્વામીને ભયસ્થાન જણાવે છે પ્રકરણ - ૪૮: રામાનંદસ્વામીના ધામમાં ગયા બાદ પ્રથમ ધર્મસભામાં મહારાજે કરેલ વાત પ્રકરણ - ૪૯: સમાધિપ્રકરણ અંગે મુક્તાનંદસ્વામીની દ્વિધા પ્રકરણ - ૫૧: પરમહંસોને બાવાવેરાગી અતિ ત્રાસ આપતા તે પ્રસંગે પ્રકરણ - ૫૩: પાંચસો પરમહંસ બનાવ્યા પછી શ્રીહરિએ આપેલો ઉપદેશ પ્રકરણ - ૬૧: જેતલપુર યજ્ઞમાં મહારાજે જણાવેલ યજ્ઞનું રહસ્ય પ્રકરણ - ૬૪: સારંગપુરમાં પુષ્પદોલોત્સવે રંગે રમ્યા બાદ પ્રકરણ - ૬૮: ગઢડામાં સંતો સાથે જ્ઞાન ગોષ્ઠિ પ્રકરણ - ૭૧: વરતાલમાં જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગે પ્રકરણ - ૭૬: જેતલપુરમાં રાત્રે એકાદશીમાં કરેલ વાત પ્રકરણ - ૭૭: નિષ્કુળાનંદ સ્વામીએ કહેલ લીલાનો મહિમા પ્રકરણ - ૭૯: વરતાલમાં કાર્તિક સુદ એકાદશીના સમૈયાની સભામાં કરેલ વાત પ્રકરણ - ૮૪: સંતો સાથે ગોષ્ઠિ પ્રકરણ - ૮૬: ગઢડામાં સંતોને વિદાય શીખ પ્રકરણ - ૯૭: સંતોને સંઘમાં સાથે રહેવાની વાત કરતા કહે છે પ્રકરણ - ૯૮: વરતાલમાં સંતોને કરેલ વાતનો સાર પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્‌ગાર સરી પડે છે પ્રકરણ - ૧૦૪: મહારાજે પોતાના ભગવાનપણામાં કરેલી શંકા પ્રકરણ - ૧૦૫: પોતાના અનુભવની વાત કરતાં સંતોએ મહારાજનું સર્વોપરીપણું જણાવ્યું પ્રકરણ - ૧૦૭: નિર્લોભી વર્તમાન પ્રકરણ - ૧૧૦: નિર્માની વર્તમાન પ્રકરણ - ૧૬૪: ગ્રંથ સમાપ્તિમાં વર્ણવેલ પ્રગટનો મહિમા
loading