પ્રકરણ - ૧૦૨: ગ્રંથ લખતા વૃદ્ધાવસ્થામાં નિષ્કુળાનંદ સ્વામીને વિશેષ નહિ લખાય તેમ જણાતા અંતરના ઉદ્ગાર સરી પડે છે
ચોપાઈ
અલ્પ આયુષ ને અલ્પબુદ્ધિ, અલ્પ સામર્થ્ય ન લહિ શુદ્ધિ;
કહ્યું કાલાવાલા કરી કાંઈ, હશે સમું વસમું તે માંઈ. ૪૬
આગે કહેવા રહી અભિલાશ, હુવાં ક્ષીણ નેણ પ્રકાશ;
હતી હૈયા માંહિ ઘણી હામ, લખવા ચરિત્ર સુંદરશ્યામ. ૪૭
પણ જિયાં લગી પ્રાણ રહેશે, જીભા સ્વામી સહજાનંદ કહેશે;
તેહ વિના કહે બીજું કેમ, પડી આંટી અંતરમાં એમ. ૪૮
કાન નહિ સુણે બીજો ઉચ્ચાર, નેત્ર નહિ જુવે બીજો આકાર;
ત્વચા નહિ કરે ભેટ્ય બીજાની, નાસા નહિ લિયે સુગંધ નાની. ૪૯
મન નહિ કરે મનન અન્ય, બુદ્ધિ નહિ કરે નિશ્ચે હરિ વિન્ય;
ચિત્ત ન ચિંતવે બીજી વાત, અહંકાર હું હરિનો સાક્ષાત. ૫૦
શીશ નહિ નમે અન્ય પાય, રુદે બીજું ધ્યાન નહિ ધરાય;
કર નહિ જુતે અન્યને આગે, બીજે પંથે નહિ ચલાય પાગે. ૫૧
માટે જ્યાં લગી રહે તન શ્વાસ, તજું નહિ ત્યાં લગી એ અધ્યાસ;
હરિગુણ ગાતાં છૂટે તન, તેમાં મગન છે મારું મન. ૫૨