વચનામૃત મહિમા

ગઢડા અંત્ય ૧૧

મુંબઈથી સ્વામીશ્રીએ એક સુંદર પ્રેરણા પત્ર ‘સ્વામિનારાયણ પ્રકાશ’ દ્વારા સમગ્ર સત્સંગ સમાજ પર લખ્યો. જેમાં સમજણની દૃઢતા કરાવતાં લખ્યું: “વચનામૃત છે. (છેલ્લા) પ્રકરણનું ૧૧ સીતાજીના જેવી સમજણનું શીખવું. વગર વાંકે આપણને વઢે, છતાં આપણે તેમનો ગુણ લેવો. માટે આપણે સૌ ભાઈઓએ વચનામૃત છેલ્લા પ્રકરણ ૧૧મુ વાંચીને સિદ્ધ કરવું. તો આપણને સત્સંગમાં કોઈનો અવગુણ આવશે જ નહીં, ને સત્સંગ દિવ્ય લાગશે, ને પરમ શાંતિ રહેશે. માટે મુદ્દાના વચનામૃત લોયનું ૧૭, કારિયાણી ૧, ગ. મ. ૫૯ તથા ગ. મ. ૨૮ આટલાં વચનામૃતો સિદ્ધ કરવાં. ને આપણે તો નમ્ર બનીને ભગવાનના ભક્ત થાવું તે જ મુદ્દો છે, તે જ કર્તવ્ય છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૦૫]

 

યોગીજી મહારાજ કહે, “અંત્ય ૧૧મું વચનામૃત સીતાજીની સમજણનું સિદ્ધ કરવું. આપણને મોટાપુરુષ વગર વાંકે દુઃખ દે તો પણ તેમનો અવગુણ ન જ લેવો, તો જ સત્સંગ દૃઢ થશે.”

[યોગીવાણી: ૨૯/૧૮]

 

તા. ૧૭/૫/૧૯૬૩, સરદારગઢ, યોગીજી મહારાજે બપોરની સભામાં વચનામૃત ગઢડા અંત્ય ૧૧મું વંચાવી વાત કરી, “આ વચનામૃત જીવમાં ઉતારવા જેવું છે. આ ઉતારે તો બધા દેશકાળ ઊડી જાય. એક જ ઉતારવા જેવું છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૯૨]

 

તા. ૨૪/૨/૧૯૫૫, સારીંગ. સાંજે કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “આ વચનામૃત સિદ્ધ થાય, સીતાજીની સમજણનું, ત્યારે સાચી સમજણ આવી કહેવાય અને ભગવાનને વિષે નિર્દોષબુદ્ધિ સિદ્ધ થઈ ગણાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૫૬]

 

યોગીજી મહારાજ કહે, “બે વચનામૃત સિદ્ધ કરવાં જેવાં છે. મધ્યનું ૭ અને છેલ્લાનું ૧૧ – સીતાજીના જેવી સમજણ... બધાં વચનામૃતો ખબર ન પડે, પણ પોતાનાં અંગનાં વચનામૃત શોધી રાખવાં ને તે સિદ્ધ કરવાં.”

[યોગીવાણી: ૨૯/૪૫]

 

એક વખત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ રણુ ગામમાં હતા. ત્યાં તુલજા માતાનું મંદિર છે, તે મંદિરમાં નીલકંઠ વર્ણી મહારાજ એક રાત રોકાયા હતા. ત્યાં દર્શન માટે સ્વામીશ્રી ગયા ત્યારે તે મંદિરના મહંત સ્વામીશ્રીને નીલકંઠ વર્ણીની પ્રસાદીની ગોદડી બતાવી. પછી તેમણે તેની પાસે હિંદી વચનામૃત હતું તે સ્વામીશ્રીને ધર્યું અને કહ્યું, “આમાં આપના આશીર્વાદ લખી આપો કે આપનું પ્રિય વચનામૃત કયું છે?” સ્વામીશ્રીએ લખ્યું, “ગઢડા અંત્ય ૭, ૧૧ અને વડતાલ ૨૦.”

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ