સ્નેહગીતા

પદ ૧૦

રાગ ધોળ

અલબેલા આગળે ઉદ્ધવજી રે કહે છે,

   પ્રમદાના પ્રાણ કોણ જાણે કેમ રહે છે રે; ઉદ્ધવ꠶ ॥૧॥

નીર વિના નયણાં મેં કેદિયે ન દીઠાં,

   આંખડિયેથી આંસુ ઝરીઝ રી પડે છે હેઠાં રે; ઉદ્ધવ꠶ ॥૨॥

રોઈ રોઈ ખોયા છે રે દેહના રે હાલ,

   તમ વિના કૃપાનિધિ થઈ છે કંગાલ રે; ઉદ્ધવ꠶ ॥૩॥

તમારા વિયોગ રોગે મણા નથી રાખી,

   ઝૂરી ઝૂરી જુવતી રે પડી છે ઝાંખી રે; ઉદ્ધવ꠶ ॥૪॥

પ્રાણ ગયાની પેર1 એની રે મેં દીઠી,

   વા’લા વધામણી2 મેલો રે તમે મીઠી રે; ઉદ્ધવ꠶ ॥૫॥

નિષ્કુળાનંદના નાથજી રે તમને,

   કહ્યું કર જોડી જેવું જણાણું રે અમને રે; ઉદ્ધવ꠶ ॥૬॥ પદ ॥૧૦॥

કડવું 🏠 home