સ્નેહગીતા
પદ ૬
રાગ: આશાધોળ (‘નવલ સનેહી નાથજી જી રે પ્રેમીજનના’ એ ઢાળ)
ના’વ્યો સંદેશો નાથનો (૨) જી રે; જુવતી જોતાં જો વાટ (૨)
આ શું થયું રે આપણે । આ શું થયું રે આપણે જી રે,
પ્રાણ રહે છે શા માટ (૨) ના’વ્યો꠶ ॥૧॥
બાઈ મીન મરે જળ મૂકતાં (૨) જી રે, ધન્ય એ પ્રીત પરમાણ (૨)
પિયુ વિયોગે પ્રમદા । પિયુ વિયોગે પ્રમદા જી રે,
પાપી રહ્યા કેમ પ્રાણ (૨) ના’વ્યો꠶ ॥૨॥
કુંજતણાં બાઈ બાળકાં (૨) જી રે, જુવે વાટ ષટ માસ (૨)
અવધે1 ન આવે જો જનની । અવધે ન આવે જો જનની જી રે,
તજે તન થઈ નિરાશ (૨) ના’વ્યો꠶ ॥૩॥
જીવન વિના જે જીવવું (૨) જી રે, એ તો અણઘટતી વાત (૨)
નિષ્કુળાનંદના નાથ વિના । નિષ્કુળાનંદના નાથ વિના જી રે,