સ્નેહગીતા

પદ ૪

રાગ: મલાર (‘મન રે માન્યું નંદલાલશું, જોઈ પાઘ’ એ ઢાળ)

બાઈ પ્રીત કરતાં પ્રીતમશું, જ્યારે પીડાયે પંડ ।

ઓષડ એનું એ કોઈ ન મળે રે, જો ભમિયે બ્રહ્માંડ... પ્રીત꠶ ॥૧॥

બાઈ મીન જળે1 જ્યારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે ।

ચકોર દુઃખી થયો ચંદ્રથી રે, ત્યારે ક્યાં સુખ પામે... પ્રીત꠶ ॥૨॥

બાઈ ચકવો દુઃખ પામ્યો દિનેશથી,2 પિયૂષથી3 માનવી ।

કોણ ઉપાય હવે કીજિયે રે, ગજ જળિયો4 જાહ્નવી5... પ્રીત꠶ ॥૩॥

એમ નિષ્કુળાનંદના નાથથી, પીડા આપણે પામી ।

શું કરીયે હવે સજની રે, આશા ઊગર્યાની વામી... પ્રીત꠶ ॥૪॥ પદ ॥૪॥

કડવું 🏠 home