કીર્તન મુક્તાવલી

Glossary of Words

The following words found in kirtans have been defined in Gujarati as well as English. Not all English words have been translated, especially the foods. If you find a mistake or have a missing defition, please reach out by feedback.

Words in red are adjectives or nouns used to refer to God.

A

અક્કલવંતા

બુદ્ધિશાળી

akkalvantā

intellectual

અખોર

અખરોટ

akhor

અગમ

અગમ્ય, દુર્લભ, ઇન્દ્રિયાતીત

agam

incomprehensible (to the senses)

અઘ

પાપ

agh

sin

અજ

બ્રહ્મા, અજન્મા

Aja

Brahmā

અજબ

અદ્‌ભુત

ajab

extraordinary

અજવાળ્યા

પ્રકાશિત કર્યા

ajavāḷyā

to bring to light (make known)

અજ્ઞ

અજ્ઞાની

agna

ignorant

અટકમટક

અટકતા, મોહક રીતે ચાલતા

aṭak-maṭak

charming walk

અડીખમ

શૂરવીર

aḍīkham

brave

અઢળક

પુષ્કળ, અપાર

aḍhaḷak

bountiful, abundant

અધર

નીચલો હોઠ

adhar

lower lip

અનગણ

પુષ્કળ, અગણિત

anagaṇ

abundant, countless

અનઘ

નિષ્પાપ

anagh

free of sin

અનાર

દાડમ

anār

pomegranate

અનુપમ

સરખામણી ન થઈ શકે તેવું

anupam

unequalled, cannot be compared with

અબળા

સ્ત્રી

abaḷā

woman

અબોટી

શુદ્ધ ધોતિયું

aboṭī

clean dhotiyu

અભિરામ

સુંદર

abhirām

nice

અમભણી

અમારા તરફ

am-bhaṇī

toward us

અમલ

કેફ, શુદ્ધ, સત્તા

amal

ectasy, pure, power

અમીમય

અમૃતથી ભરેલું

amīmaya

full of amrut

અમૂલખ

અમૂલ્ય

amūlakh

priceless

અમોલિક

અમૂલ્ય, બહુ કિંમતી

amolik

priceless, invaluable

અમૃત પે

અમૃતથી

amṛut pe

with amrut

અરજ

પ્રાર્થના, વિનંતી

araj

prayer, request

અરિ

શત્રુ

ari

enemy

અરુ

અને

aru

and

અરુણ

લાલ

aruṇ

red

અર્ઘ્ય

સમર્પણ, બલિદાન

arghya

offering

અર્થે આવે

ઉપયોગમાં આવે

arthe āve

becomes useful for

અર્ધાંગના

પત્ની

ardhānganā

wife

અર્ભક

બાળક

arbhak

infant

અલબેલા

મોહક, આનંદી

Albelā

attractive, blissful

અવનિ (અવની)

પૃથ્વી

avani (avanī)

earth

અવર

બીજું, ઊતરતું

avar

inferior

અવિનાશી

જેનો નાશ નથી તેવા

Avināshī

one who is indestructible

અવેરી

વ્યભિચાર

averī

adultery

અષ્ટકોણ

આઠ ખૂણાવાળી આકૃતિ

aṣhṭakoṇ

octagon

અસારે

અથાણું, અચાર

asāre

અહિ

સાપ

ahi

snake

અહોનિશ

રાત-દિવસ

ahonish

day and night

અળવી

કંદમૂળ, પત્તરવેલિયાં

aḷavī

અંકુશ

છેડેથી અણીવાળો સળિયો

ankush

a pointed metallic tool (used to control an elephant)

અંતરજામી

અંતરનું જાણનારા

Antarjāmī

one who can read others’ mind/heart

Ā

આકળો

તત્પર, તૈયાર

ākaḷo

eager

આખડે

લડે

ākhaḍe

fight

આટા

ગૂંચળા

āṭā

twisted

આડસોડ

છાતીમાં આડે આવે તેમ ખેસ ઓઢવો

āḍasoḍ

wearing a khes across the chest

આઠું જામ

આઠે પહોર

āṭhu jām

the entire day

આણો

લાવો

āṇo

bring

આતુર

તત્પર, તૈયાર

ātur

ready, eager

આનંદઘન

આનંદથી ભરેલું, સુખમય

ānand-ghan

filled with joy

આપ

પોતાપણું, પોતે

āp

oneself

આપદા

દુઃખ

āpadā

misery

આભરણ

આભૂષણ, અલંકાર

ābharaṇ

ornaments of the body

આમ

કેરી

ām

mango

આમળો

અભિમાન, ઈર્ષ્યા, હઠ

āmaḷo

ego, arrogance, jealousy, obstinacy

આમાસામી

સામસામી

āmāsāmī

face-to-face

આયર

ભરવાડ

āyar

shepherd

આરો

કિનારો

āro

shore

આલી

સખી

ālī

friend (female companion)

આવરદા

આયુષ્ય

āvardā

lifespan

આવરિયાં

આવરી લીધાં

āvariyā

included

આળપંપાળ

ફાંફા, વલખાં, મિથ્યા

āḷ-pampāḷ

worthless time spent

ઇ, ઈ

i, ī

ઇડા-પિંગલા

પ્રાણવાયુની બે નાડીનાં નામ

iḍā-pingalā

names of 2 nādis (conduits)

ઇતર

મલિન, બીજી, ક્ષુલ્લક

itar

impure

ઈશ

ભગવાન, શંકર

Īsha

God

ઈશ્વર

શ્રેષ્ઠ ઐશ્વર્યવાળા

Īshvar

God

ઈષણા

વાસના, ઇચ્છા

īṣhaṇā

desire

ઉ, ઊ, ઋ

u, ū, ṛu

ઉડુગણ

તારાગણ

uḍugaṇ

stars

ઉડુરાજ

ચંદ્ર

uḍurāj

moon

ઉદ્યોત

પ્રકાશ

udyot

light

ઉધારો

વાયદો

udhāro

promise

ઉપરણી

ઉત્તરીય વસ્ત્ર

uparaṇī

ઉપહાસ

મશ્કરી

upahās

tease, ridicule

ઉર

હૃદય, છાતી

ur

heart, chest

ઉલૂક

ઘુવડ

ulūk

owl

ઉલેચ

કળશ પ૨ વીંટવાનો રૂમાલ

ulech

a cloth used to cover a pot

ઊપડતી છાતી

ઉપસેલી છાતી

ūpaḍatī chhātī

chest

ઊપડતી તાળી

ઝડપથી તાળી પાડવી

ūpaḍatī tāḷī

clapping swiftly

ઊર્ધ્વરેખા

પગની ઊભી રેખા

ūrdhvarekhā

a mark on the foot

ઊર્મિ

એકાએક થતી ઇચ્છા, પ્રવાહ, તરંગ, લાગણી

ūrmi

desires

ઊલટી આવી

પાછી આવી, સામે

ūlaṭī āvī

to come back, in front

ઊલટો

નકામો

ūlaṭo

worthless

ઋણી

આભારી, કરજદાર

ṛuṇī

indebted

એ, ઓ

e, o

એકપાળ

એકસરખું

ek-pāḷ

the same, similar

એકાએકી

એકલો

ekā-ekī

solely

એવાતણ

સૌભાગ્ય

evātaṇ

good fortune

ઓઘ

ઢગલો, પ્રવાહ

ogh

pile, flow

ઓછ

ઓછાપણું, ઊણપ

ochh

lacking

ઓછાડ

ચાદર

ochhāḍ

sheet

ઓઠીંગણ

ટેકો દઈને

oṭhīngaṇ

leaning against

ઓપી રહી

શોભી રહી

opī rahī

to look beautiful

ઓરા

નજીક

orā

near

ka

કટારો

કટાર

kaṭāro

કટિલંક

કેડનો વળાંક

kaṭilank

કઢેલું

સારી રીતે ઉકાળેલું દૂધ

kaḍhelu

boiled milk

કથી

વાત, કથની

kathī

story

કદૈયા

કોળામાંથી બનાવેલ વસ્તુ

kadaiyā

કમલા

લક્ષ્મી

Kamalā

Lakshmi

કમોદ

ચોખાનો એક પ્રકાર

kamod

a type of rice

કર

હાથ

kar

hand

કરમદાં

બોર જેવા તથા જાંબુડા જેવા ફળનું અથાણું

karamadā

કરમોઈ

ચોળીને

karamoī

smearing

કરાળ

ભયંકર

karāḷ

terrifying

કરી

હાથી

karī

elephant

કરુણાકંદ

કરુણાના મૂળ (કારણ)

Karuṇākand

the source of compassion

કરુણાનિધિ

કરુણાના ભંડાર

Karuṇā-nidhi

treasure of compassion

કલંગી

કલગી, મુગટ, મસ્તક પર મૂકવાનો શણગાર

kalangī

crown, ornament for the head

કસુંબી

લાલ રંગનું

kasumbī

red colored

કહાણી

દંતકથા, જનવાર્તા

kahāṇī

folklore

કળશ્યો

લોટો

kaḷashyo

metal pot

કળી

બુંદી

kaḷī

કંકણ

કાંડા ૫૨ ૫હે૨વાનું ઘરેણું

kankaṇ

jewelry worn on the wrist

કંગાળ

દરિદ્ર, ગરીબીને

kangāḷ

poor

કાચરી

સુકાવેલી લીલોતરીને શેકવાથી કે તળવાથી થતી વાનગી

kācharī

કાચું

અસાર, નાશવંત

kāchu

raw

કાછ

બ્રહ્મચર્ય

kāchha

celibacy

કાજળિયું

મેશ, કાજળ

kājaḷiyu

કાજુ

સુંદર

kāju

nice

કાઠા ઘઉં

એક પ્રકારના ઘઉં

kāṭhā ghau

કામણિયા

જાદુગારી આકર્ષણ

kāmaṇiyā

‘magically’ attractive

કારજ

કાર્ય

kāraj

task, work (usually refers to one’s task of achieving liberation)

કાળજ

કાળજું, હૈયું

kāḷaj

heart

કાંતિ

તેજ, પ્રકાશ

kānti

luster

કીચ

કાદવ, કીચડ

kīch

mud

કુટવાઈ

ખંડાવીને

kuṭavāī

ground (into mixture or powder)

કુરંગ

હરણ

kurang

deer

કુસુમ

ફૂલ

kusum

flower

કુંજ

બગીચો, લતાનું ઘાટું વન

kunj

garden

કુંજવિહારી

વૃંદાવનનું એક સ્થાન તેમાં ફરનારા

Kunj-vihārī

one who wanders in Vrundavan

કૂડ

કપટ, ઠગાઈ, અસત્ય

kūḍ

deceit, thuggery, untruthful

કેડે કેડે

પાછળ પાછળ

keḍe keḍe

following behind

કેતુ

ધજા

ketu

flag

કેને

કોઈના

kene

someone

કેરાં

કેરડાં

kerā

કોટ

ગરદન

koṭ

neck

કોટિ (કોટી)

કરોડ

koṭi (koṭī)

billions

કોડે કોડે

હોંશે હોંશે

koḍe koḍe

enthusiastically

કોર

કિનારી

kor

કોરવું

વીંધી નાંખવું

koravu

to pierce

કોરો ખેસ

નવું ધોતિયું

koro khes

new waist garment

કોલ

વચન

kol

promise, one’s word

કોશીટા

રેશમના કીડાનું ઘર

koshīṭā

cocoon

ક્રીડા

રમત

krīḍā

play

ક્વાથ

ઉકાળો, દવા

kvāth

medicine

ક્ષેમ

રક્ષણ

kṣhem

protection

ક્ષોભ

સંકોચ, લાજ

kṣhobh

hesitancy

kha

ખર્વ

એક હજાર કરોડની સંખ્યા

kharva

ખંજન

એક ચંચળ પક્ષી

khanjan

a listless bird

ખાજાં

મોળા સાટા

khājā

ખાટ્ય

લાભ

khāṭya

benefit

ખાલ

ચામડી

khāl

skin

ખાંતિલા

ઉત્સાહી, હોંશવાળા

Khāntilā

one who is eager, zealous

ખાંતે

ઉત્સાહથી

khānte

with enthusiasm

ખલક

દુનિયા, સંસાર, જગત

khalak

world

ખુરમાં

મીઠાઈ, દૂધ સાથે રાંધેલ સેવનું જમણ

khurmā

ખેવટિયા

સુકાની

khevaṭiyā

navigator

ખેવનહારા

કાળજી રાખનાર

khevanhārā

caretaker

ખેડ

ધૂળ, રજ

kheḍ

dirt

ખોયલા

વીતેલા

khoyalā

spanned, time that has passed

ખોર

ચંદનની આડ, લેપ, લેપન

khor

anointing of chandan

ખ્યાલ

સ્મરણ, સ્મૃતિ

khyāl

remembrance

ખ્વાર

ખુવાર, પાયમાલ, અતિ હેરાન

khvār

disgraced

ga

ગગન

આકાશ

gagan

sky

ગજ

હાથી

gaj

elephant

ગરમર

વનસ્પતિના મૂળનું અથાણું

garamar

ગળી

ડૂબી

gaḷī

ગાજવું

શોભવું

gājavu

ગાફલ

અસાવધ

gāfal

off guard, behaving waywardly

ગારૂડી

મદારી

gārūḍī

snake charmer

ગાંઠે

પાસે, સ્વાધીન, કબજો

gānṭhe

in possession

ગિરધારી

પર્વતને ધારનાર

Giradhārī

one who supports a mountain (one name of Krishna)

ગુચ્છ

ગોટો, પુષ્પનો સમૂહ

guchchh

a flower bunch

ગુણિકા

વેશ્યા

guṇikā

prostitute

ગુણીજન

ગુણવાન પુરુષ

guṇījan

virtuous person

ગુરુગમ

ગુરુ પાસેથી મેળવેલ જ્ઞાન

gurugam

wisdome attained from a guru

ગુરુ મર્મ

મોટો મર્મ

guru marma

ગુલગુલા

તેલ કે ઘીમાં બનાવેલી મીઠી પૂરી

gulgulā

ગુલગુલે

ગુલાબજાંબુ જેવી માવાની મીઠાઈ

gul-gule

ગુલતાન

તલ્લીન, મશગૂલ

gulatān

immersed, mesmerized

ગુલદાર

ગરમ, મુલાયમ, કોમળ

guldār

ગુંજા

ઘુઘરા, એક જાતની મીઠાઈ

gunjā

ગૂઢો

ઘટ્ટ, ઘેરો

gūḍho

ગૂંદવડાં

એક જાતની મીઠાઈ, ગુલાબજાંબુ

gūnd-vaḍā

ગોથાં

અથડાતાં

gothā

thrashing

ગોધો

આખલો

godho

bull

ગોપદ

ગાયનું પગલું

gopad

cow’s hoofprint

ગોપાલ

ગાયોનું રક્ષણ કરનારા

Gopāl

‘protector of cows’, cowherder

ગોળપાપડી

સુખડી

goḷ-pāpaḍī

ગૌર

ગોરું, ઊજળા રંગનું

gaur

fair color or complexion

ગ્રહીને

પકડીને

grahīne

holding, grasping

ગ્રંથિ

ગાંઠ, આંટી, ગૂંચળું

granthi

‘knot’, desires, stubborn understanding

gha

ઘટ

શરીર, મન, હૃદય

ghaṭ

body, mind, heart

ઘટા

ઝુંડ, સમૂહ

ghaṭā

ઘટિકા

ઘડી

ghaṭikā

moment

ઘટે

યોગ્ય

ghaṭe

appropriate

ઘડિયા

સર્જાયેલા, સંબંધ

ghaḍiyā

relationship

ઘડી

૨૪ મિનિટ, સમય

ghaḍī

24 minutes

ઘન

ગીચ, ઘાટું, વાદળ

ghan

crowded, dark, cloud

ઘનશ્યામ

મેઘ જેવા કાળા

Ghanshyām

dark like rainclouds

ઘાણી

તેલ કાઢવાનું યંત્ર

ghāṇī

machine to extract oil (from seeds)

ઘાત

પ્રપંચ, સંસાર

ghāt

world

ઘીસોડાં

તુરિયાં

ghīsoḍā

ઘૃત

ઘી

ghṛut

Ghee

ઘેલડાં

ગાંડાં

ghelaḍā

mad, insane

ઘોળ્યું

બળ્યું, મૂઉં

ghoḷyu

cha

ચકોર

પક્ષી

chakor

a type of bird

ચટક

લાલચોળ

chaṭak

extremely red

ચટકંતા

ચટક ચટક અવાજ કરતા, લટકાં કરતા

chaṭkantā

making gestures or sounds

ચટકી

મોહિની, ભૂરકી

chaṭakī

putting a spell on

ચણેચી

ચણાના પાનની ભાજી

chaṇechī

ચમકવું

ઝબકવું

chamakavu

to sparkle

ચવાણું/ચવીના

ભક્ષ્ય, ખોરાક

chavāṇu/chavīnā

ચહુકોરે

ચારે બાજુ

chahukore

all 4 directions

ચળવું

ડગમગવું, ભ્રષ્ટ થવું

chaḷavu

to become detracted (from one’s spiritual endeavors)

ચળું

જમ્યા પછી મોં ધોવું તે

chaḷu

cleanse one’s mouth after eating

ચાકળો

આસન

chākaḷo

ચંદનગારેશું

ઘસેલા ચંદનથી

chandan-gāreshu

extracted chandan

ચાકળિયો

હીરા મોતીનો ભરેલો પડદો કે આસન

chākaḷiyo

ચાખણહાર

ચાખવાવાળા

chākhaṇhār

one who tastes

ચાર દિવસ

ટૂંકી જિંદગી

chār divas

‘4 days’ - meaning a short lifespan

ચારો

ભક્ષણ

chāro

ચૂરમું

છૂટો લાડુ

chūrmu

ચોખાળી

ઊટકેલા

chokhāḷī

washed

ચોટે

લાગમાં, દાવમાં, ઝપટમાં

choṭe

ચોંપેશું

ઉત્સાહથી

chompeshu

ચોરેચૌટે

દરેક ઠેકાણે (જાહેર સ્થાન, રામજી મંદિર, ચાર રસ્તા પર)

chore-chauṭe

everywhere (in all open place)

ચોળ

ખૂબ, ‘અતિશય’ અર્થમાં લાગતો શબ્દ

choḷ

lots, extreme

ચ્હાય

ઇચ્છવું

chhāy (chahāy)

to desire

chha

છતરાયા

જાહેર, ખુલ્લા

chhatarāyā

openly

છબી

મૂર્તિ, શોભા

chhabī

murti, beauty

છાનું

ગુપ્ત

chhānu

hidden, covert

છાપ

ચિહ્ન

chhāp

marks

છેલ

ચતુર, રસિક

Chhel

clever

છેલા

હોશિયાર, લહેરી, મોજી

Chhelā

clever

છોગું

પાઘડીનો છેડો

chhogu

end of the pagh

છોળ્યું

લહેર, છોળ

chhoḷyu

stream

ja

જક્તજીવન

જગતને જીવન આપનારા

Jakta-jīvan

life of the world

જગઆધારા

જગતને આધાર આપનારા

Jag-ādhārā

Supporter of the world

જગદીશ

જગતના સ્વામી

Jagdīsh

master of the world

જડ

નિર્જીવ વસ્તુ, મૂળ

jaḍ

inanimate, non sentient

જડાઉ

રત્નજડિત

jaḍāu

embroidered with jewels

જણસ

વસ્તુ

jaṇas

item

જતન

પ્રયત્ન, કાળજી, સંભાળ

jatan

safeguard

જવ

ઘઉંના જેવું એક ધાન્ય

jav

જંગમા

એક જાતના ફકીર (ફરતા)

jangamā

a wandering renunciant

જંઘા

સાથળ

janghā

thigh

જંજાળ

ઉપાધિ, ખટપટ, ચિંતા

janjāḷ

trouble, worry

જંતનો

જંતુનો, પ્રાણીનો

jantno

living beings

જંબુ

જાંબુ

jambu

જાદવરાવ (જાદવરાય)

યાદવના રાજા

Jādavarāv (Jādavarāy)

જાદુજોર

જાદુ, આકર્ષણ

jādujor

magical, attractive

જાન

પ્રાણ

jān

life

જામ

એક પહોર

jām

જામો

ડગલો, ઢીલો અંગરખો

jāmo

જાવંત્રી

જાયફળ પરનું પોચું લાલ રંગનું છોડું, તેજાના

jāvantrī

જાર

પરસ્ત્રી સાથે પ્રીતિ કરનાર

jār

adulterer

જાસ

જેની

jās

whose

જાહ્નવી

ગંગા

Jāhnavī

Ganga

જીરસાઈ

ચોખાનો પ્રકાર

jīrasāī

a type of rice

જીવન

જીવવાનું સાધન, આધાર, જિવાડનાર

Jīvan

One who is the life

જુક્ત

યુક્તિ, રચના

jukta

method

જુક્તિ

યુક્તિ

jukti

method

જુગતે

યુક્તિથી

jugate

જુગલ

બે

jugal

pair

જુવતી

યુવતી

juvatī

young woman

જૂટ જટા

જટાનો સમૂહ

jūṭ jaṭā

જોટો

જોડ

joṭo

જોણ

જાણ

joṇ

જોબન

યુવાની

joban

youth

જોરાવર

બળવાન, શક્તિવાન

jorāvar

strong

જ્યેષ્ઠ

સૌથી મોટા

jyeṣhṭha

eldest

za

ઝડી

હેલી

zaḍī

rain

ઝારી

પીવાનું પાત્ર

zārī

drinking utensil

ઝાળ

જ્વાળા, ક્રોધનો આવેશ

zāḷ

ટ, ઠ, ડ, ઢ, ણ

ṭa, ṭha, ḍa, ḍha, ṇa

ટુણાં

જાદુ, કામણ

ṭuṇā

magical, enchanting

ટાંકો

એક પ્રકારની ભાજી

ṭānko

ઠામ

વાસણ, સ્થાન, નિવાસ

ṭhām

place, residence

ઠાકરિયા

ઠાકોર, રાજવી, રાજેશ્રી

Ṭhākariyā

ઠોર

સ્થાન, મિષ્ટાન્ન

ṭhor

place, sweet

ડોડી

એક પ્રકારની ભાજી

ḍoḍī

ડોડાં

મકાઈના ડોડો

ḍoḍā

the stalks of corn

ડોલરિયા

ડોલરનાં ફૂલના હાર, (ધારનાર)

Ḍolariyā

one who wears a garland of jasmines flowers

ઢાળો ઢળ્યો

આકાર/મેળ બેસી ગયો

ḍhāḷo ḍhaḷyo

ઢિગ

પાસે, સમીપે

ḍhig

near

ta

તટ

કિનારો

taṭ

shore

તતખેવ

તત્ક્ષણ

tatkhev

immediately

તનુ

શરીર

tanu

body

તમતમાં

ઘણું તીખું

tam-tamā

hot (spicy)

તરકારી

શાકભાજી

tarkārī

તલખે

ઝંખે

talkhe

yearn for or long for

તંબોળ

પાનબીડું

tamboḷ

તાત

પિતા

tāt

father

તાતાં

મસાલેદાર, ગરમ

tātā

hot

તાતું

ગરમાગરમ, ધગધગતું

tātu

hot

તાંદુલ

ચોખા

tāndul

rice

તાળી લાગી

લગની લાગી

tāḷī lāgī

became passionate

તિલ

તલ

til

freckle-like mark

તીન

ત્રણ

tīn

three

તોય

તને, તોપણ, પાણી

toy

1. to you, 2. even so, 3. water

તોલ

વિચાર

tol

reflect thoughtfully

ત્રિકોણ

ત્રણ ખૂણાવાળી આકૃતિ

trikoṇ

triangle

ત્રિપુટીને તાને

ત્રણનો સમૂહ, ત્રણ ગુણને આધારે

tripuṭīne tāne

influenced by the three gunas

ત્રિભંગી

ત્રણ ઠેકાણે વળેલી

tribhangī

folded three way

ત્રિવળી

ત્રણ ગડી

trivaḷī

three folds

ત્રેવડીએ

ત્રણવાર વિચારીએ

trevaḍīe

thinking it over 3 times

da

દન

દિવસ

dan

day

દહીંથરિયાં

રાયતાં, એક જાતની પોચી પૂરી

dahī-thariyā

દહે

બળે

dahe

burn

દળ

સૈન્ય

daḷ

army

દાતાર

દાનવીર

dātār

donor

દામ

પૈસા

dām

money

દામ કીધો

પૈસો ભેગો કર્યો

dām kīdho

amass money

દારા

પત્ની

dārā

wife

દાળીદર

ગરીબ, દુઃખ

dāḷīdar

poverty, misery

દિનરેણ

દિવસ અને રાત

din-reṇ

day and night

દિલગીર

નિરાશ

dilgīr

heart broken, melancholy

દિવ્યમૂર્તિ

સ્વર્ગીય મૂર્તિ

Divyamūrti

દીવાનો

ઘેલો, ગાંડો

dīvāno

mad, insane

દીન

ગરીબ, લાચાર, વ્યાકુળ

dīn

meek, helpless

દીનદયાળ

ગરીબ ઉપર દયારાખનાર

Dīn-dayāḷ

compassionate to the poor

દુબધા

સંશય, શક, સંદેહ

dubadhā

doubt

દુવે

દુઃખ દે

duve

to make miserable

દુષ્કૃત

ખરાબ કર્મ, પાપ

duṣhkṛut

sinful deeds

દુર્ભાષણ

કડવાં વચન, અપશબ્દ

durbhāṣhaṇ

bitter words

દ્રગમેં

દૃષ્ટિમાં, નજરમાં

dragme

in vision

દૃષ્ટિ

જ્ઞાન

dṛuṣhṭi

wisdom

દેહદર્શી

દેહ બુદ્ધિવાળો

deh-darshī

one attached to the body, one who views their self as the body rather than the ātmā

દોય

બે

doy

two

દોહ્યલું

દુર્લભ

dohyalu

rare

દ્વિભુજ

બે હાથવાળા

dvibhuj

one with 2 arms

dha

ધડક

બીક, ભય

dhaḍak

fear

ધર

ધુંસરી, ભાર

dhar

burden

ધર્મદ્વાર

યમદ્વાર

dharmadvār

‘gateway to narak’, narak

ધાગો તોડ્યો

સંબંધ તોડ્યો

dhāgo toḍyo

to break a relationship

ધાયો

દોડ્યો

dhāyo

ran

ધૂપ

ધુમાડો

dhūp

smoke

ધૂમ

ધુમાડો

dhūm

smoke

na

નખમણિ

મણિ જેવા ચમકતા નખ

nakhmaṇi

nails resembling gems

નખશિખ

પગના નખથી ચોટલી સુધી

nakh-shikh

from toe nail to top of head

નજરાં

નજર, દૃષ્ટિ

najarā

glances

નટનાગર

ચતુર નટ

Naṭnāgar

clever illusionist

નમણી

વળાંકવાળી, નમેલી

namaṇī

curved

નરસું

નકારું

narasu

inferior, bad

નરનાટક

મનુષ્ય દેહ, નરનો અભિનય કરવો

nar-nāṭak

human body, to mimic a man

નરમાટી

બહાદુર માણસ

naramāṭī

brave man

નવ ચળે

ન ડગે

nav chaḷe

does not sway

નવનિધિ

નવ પ્રકારના ભંડાર

nav-nidhi

the nine treasures

નાગર

ચતુર

nāgar

clever

નાભિ

ડૂંટી

nābhi

navel, belly button

નારાયણ

જળમાં નિવાસ કરનારા

Nārāyaṇ

One who resides in water

નિખર્વ

દશ હજાર કરોડની સંખ્યા

nikharv

one hundred million

નિગમ

ધર્મશાસ્ત્ર, વેદ, ઈશ્વર, શ્રુતિ

Nigam

Dharma-shastras, Vedas, Ishwar, Shruti (scripture)

નીત

નિત્ય, રોજ

nīt

daily

નિરભે

ભય વગરનું, નીડર

nirabhe

without fear

નિર્માલ્ય

માલ વગરનું, તુચ્છ, ક્ષુલ્લક, હલકું

nirmālya

worthless, insignificant, cheap

નિર્વાણ

મોક્ષ

nirvāṇ

liberation

નિશદિન

રાત-દિવસ

nish-din

day and night

નિહાલ

કૃતાર્થ

nihāl

fulfilled

નેણાં

આંખો

neṇā

eyes

નેતિ

અમર્યાદિત, અપાર, એ નહિ એ નહિ

neti

without limits, limitless, not that… not that

નેત્રકમળ

કમળ જેવી આંખ

netra-kamaḷ

lotus-like eyes

નેપુર

ઝાંઝર

nepur

anklets

નેમ

નિયમ

nem

niyams, vows

નૈયાં

કુણી દૂધી કે કાકડી

naiyā

નૌતમ

નવીન

nautam

new, novel

ન્યારી

જુદી

nyārī

different, unique

pa

પખાળું

ધોવું

pakhāḷu

to wash

પગ પરઠે

પગ મૂકવો

pag paraṭhe

to set foot

પચરંગી

પાંચ રંગવાળું, વિવિધ રંગવાળું

pach-rangī

five-colored, various colored

પટકી

પછાડી

paṭakī

પણ

પ્રતિજ્ઞા, ટેક

paṇ

resolve, vow

પથી

મુસાફર

pathī

traveler

પદ

ચરણારવિંદ, કીર્તન, સ્થાન

pad

1. feet, 2. verse, 3. place

પદરજ

ચરણરજ

pad-raj

dirt touched by the feet (referring to dirt sanctified by the touch of God’s feet)

પદરાજ

શ્રેષ્ઠ પદ

pad-rāj

પદ્મ

કમળ

padma

lotus

પપનસ

બીજોરું

papanas

a citrus fruit

પય

પાણી, દૂધ

pay

water, milk

પરત

પાછું

parat

return

પરવા

ફિકર, ચિંતા

paravā, apprehension

worry

પરવીણપણું

હોશિયારી, આવડત

paravīṇpaṇu

cleverness, expertise

પરહર

છોડ, દૂર કર

parahar

to give up, abandon

પરાત્પર

સૌથી શ્રેષ્ઠ

parātpar

transcendental

પરાં પળ્યાં

દૂર ગયાં

parā paḷyā

go further away

પર્યંક

પલંગ

paryank

bed

પલાણાં

પલાયન થયાં

palāṇā

left

પસારા

ફેલાવો

pasārā

spread

પંક્તિ

હાર, શ્રેણી

pankti

garland

પંખાળી

ચોખાનો એક પ્રકાર

pankhāḷī

a type of rice

પંડ

શરીર

panḍ

physical body

પાખે

જાણે, સમજે, ઓળખે

pākhe

to know, understand, or recognize

પાગી

પગ, સ્થાન

pāgī

foot(ing), place

પાજ

પાળ

pāj

પાટ

ચોપાટ, પાટ

pāṭ

પાડ

ભાવ, ઉપકાર

pāḍ

value, gratitude

પાતક

પાપ

pātak

sin

પાની

પગના તળિયાની એડી

pānī

heel

પાનું

સંબંધ થવો

pānu

to become related to

પામર

તુચ્છ

pāmar

insignificant

પામરીએ

રેશમી દુપટ્ટાથી

pāmarīe

પારસ

પારસમણિ

pāras

a stone or gem that turns metal into gold

પાવે

મેળવે, પામે

pāve

to obtain

પાશ/પાસ

બંધન, ફાંસો

pāsh/pās

bond, snare

પાસંગ

ધડો, ત્રાજવાનાં બંને પાસાં સરખાં રાખવા માટે એક બાજુ મુકાતું વજન

pāsang

weight used to balance a scale

પાળા

પગપાળા

pāḷā

barefoot, by foot

પાંચાળી (પાંચાલી)

દ્રૌપદી

Pānchāḷī (Pānchālī)

Draupadi (wife of the Pandavas)

પાંપણ

આંખના પોપચાના વાળ

pānpaṇ

eyelashes

પાંપળા

નકામા

pāpaḷā

worthless

પિયુ

પ્રિયતમ

piyu

beloved

પિંડી

પગના ઢીંચણ નીચેનો માંસના ભરાવાવાળો ભાગ, પગના નળા પાછળનો માંસનો લોચો

pinḍī

calf of the leg

પીછાણવા

ઓળખવા

pīchhāṇavā

to recognize

પીડ

દુઃખ, પીડા

pīḍ

misery, suffering

પીતપણે

પીળાપણું

pītpaṇe

yellowish

પુરુષોત્તમ

પુરુષોમાં ઉત્તમ-શ્રેષ્ઠ

Puruṣhottam

superior among men

પુશ્તા

ઢગલો

pushtā

heap

પૂરણકામ

જેની કામના પૂર્ણ થઈ છે તે

Pūraṇkām

one who has reached the state of fulfillment

પૂંજી

દોલત

pūnjī

wealth

પેરે

જેમ

pere

like

પોતી

ઝીણા વણાટનું ધોતિયું

potī

a thin or finely woven dhoti

પોળી

રોટલી, પૂરી, પૂરણપોળી

poḷī

પોંચી

કાંડાનું ઘરેણું

ponchī

jewelry worn on the wrist

પ્યારી

વ્હાલી

pyārī

dear

પ્યાસ

તરસ

pyās

thirst

પ્રતિપાળ

પાલન – પોષણ કરનાર

Pratipāḷ

protector, provider

પ્રપંચ

માયા, માયાનો વિસ્તાર

prapanch

maya, the spread of maya

પ્રમાણી

ઓળખી, જાણી

pramāṇī

having recognized, having known

પ્રીછત

જાણવું

prīchhat

to know

પ્રોઉં

પરોવું

prou

to become engrossed in (literally means to thread the eye of a needle)

fa

ફગવા

હોળીના તહેવારમાં અપાતી બક્ષિસ, ધાણી, દાળિયા

fagavā

items distributed during Holi (usually popcorn or chickpeas)

ફરસા

ગળપણ ન હોય તેવા લૂખા ખારા સ્વાદનું

farasā

food item that is bland or lacking sweetness

ફળિયું

શેરી

faḷiyu

street, narrow paths

ફળીઓ

ચોળા, ગુવાર વગેરેની સૂકવેલી શીંગ

faḷīo

ફંદ

જાળ, દુઃખ, મુશ્કેલી, દુર્ગુણ

fand

1. snares, 2. misery, 3. hardship, 4. flaws

ફીદી

ફૂદીનો

fīdī

ફીરતા સંત

જંગમ સાધુ

fīratā sant

traveling sadhus

ફુલેલ

અત્તર

fulel

fragrance, perfume

ફૂલસેજ

ફૂલની શૈયા

fūl-sej

bed of flowers

ફોરે

સુગંધ મારે

fore

to give off fragrance

ba

બકાલ

કાછિયો

bakāl

vegetable seller

બગીઓ

બગીચો

bagīo

garden

બડભાગી

મોટા ભાગ્યવાળો

baḍbhāgī

extremely fortunate

બરાસ

કપૂરનો એક પ્રકાર

barās

a type of camphor (fragrance prepared from camphor)

બરજંતી

ચોખા વઘારીને કરવામાં આવતી વાનગી

barjantī

food item prepared from fried rice

બલિહારી

વાહવાહ, ખૂબી

balihārī

બહુનામી

ઘણાં નામવાળા

Bahunāmī

one with many names

બળવંતા

બળવાળા

Baḷvantā

one who is strong

બાજુ, બાજુબંધ

હાથની કોણી ઉપરના ભાગમાં પહેરવાનું ઘરેણું

bāju, bājubandh

jewelry worn on the biceps area - part of arm above the elbow

બાટી

કોલસા પર શેકેલી જાડી ભાખરી

bāṭī

બા’રે

બહાર

bā’re

outside

બાંયે

હાથ

bāye

hand

બિગોઈ

વગોવી

bigoī

બિછાનો

પથારી

bichhāno

બિરુદ

પ્રતિજ્ઞા, વરદાન, પદવી

birud

promise

બિંબલાલ

ટીંડોળા જેવા લાલ

bimb-lāl

red like tīnḍolā (a kind of vegetable)

બીલાં

બીલીના ફળનું અથાણું

bīlā

બેરખડા

કોણી ઉપર પહેરવાનું ઘરેણું

berakhaḍā

બેહાલ

દુર્દશા, ભૂંડી હાલતમાં આવી પડેલું, આસક્ત

behāl

misfortune, tragic state

બોવું

વાવવું

bovu

to plant

બોળ કેરી

આખી કેરીને મીઠાના પાણીમાં બોળીને બનાવેલું અથાણું

boḷ kerī

bha

ભક્તવત્સલ

ભક્ત જેને પ્રિય છે એવા

Bhakta-vatsal

one to whom devotees are dear

ભક્તિનંદન

ભક્તિના પુત્ર

Bhaktinandan

the son of Bhakti

ભણજ

એક પ્રકારનું મિષ્ટાન્ન

bhaṇaj

a type of sweet item

ભણે

કહે

bhaṇe

to speak

ભમે

ભટકે

bhame

to wander

ભરમ

ભ્રમ, શંકા

bharam

delusion, doubt

ભવ

જન્મમરણ, શંકર, સંસાર

bhav

cycle of births and deaths

ભસ્મ

રાખ

bhasma

ashes

ભાખે

બોલે

bhākhe

to speak

ભાજન

પાત્ર

bhājan

vessel or worthy

ભાણે

પીરસેલી થાળી

bhāṇe

a served dish

ભાત

જુદીજુદી છાપ

bhāt

various types

ભાતું

પ્રવાસમાં લઈ જવામાં આવતું ભોજન (ડાબરા)

bhātu

food taken on a journey

ભાન

યાદ, ખ્યાલ

bhān

remember

ભામે

ઠેકાણે, રસ્તે, ભ્રમણા, મોહ

bhāme

path, delusion, infatuation

ભાવું

ગમવું

bhāvu

to like

ભાસે

દેખાય

bhāse

to appear like, to see

ભીતર

અંદર

bhītar

internal

ભુરાયો

રઘવાયો

bhurāyo

ભૂકો

પૃથ્વીનો

bhūko

Earth’s

ભૂધર

પૃથ્વીને ધારણ કરનાર

Bhūdhar

one who supports the earth

ભોંય

દળદાર, ભરાવદાર, જમીન

bhoya

ground

ma

મકરાકાર

મગર આકારનું

makarākār

like the shape of an alligator

મગદળ

મગના લોટની મગજ જેવી મીઠાઈ

magdaḷ

મજિયારો

ભાગીદારી, સહિયારું

majiyāro

partnership

મણા

ખામી, ખોટ

maṇā

deficiency, flaw, drawback

મણિધર

શેષનાગ

maṇidhar

Shesh-nag

મતવાલા

કેફવાળા, મદમસ્ત

matvālā

one who is ecstatic

મતિયા

મતપંથી

matiyā

મથી મરવું

ખૂબ મહેનત કરવી

mathī maravu

to labor extensively

મદઝર

હાથી

madzar

elephant

મદમાતા

અભિમાની

madmātā

egotistical

મધુકર

ભમરો

madhukar

bee

મનવાંછિત

મનમાં ઇચ્છેલું

man-vānchhit

desired by the mind

મર

ભલે

mar

so what if

મરકી

જલેબી

marakī

મરજીવા

દરિયામાંથી મોતી કાઢનાર, મરીને જીવનાર

marjīvā

divers that dive for pearls

મરડાઈ

અવળાઈ, રીસ

marḍāī

obstinacy, doing the contrary to what is proper

મરમાળી

મર્મ ભરેલી, રહસ્યમય

marmāḷī

મરાલ

હંસ

marāl

swan

મરોડ

આંટી, હઠ, અભિમાન

maroḍ

grudge, obstinacy, grudge

મર્મ

રહસ્ય

marma

secret

મલપતા

ઉમંગમાં ધીમેધીમે ચાલતા, ઠાઠથી ચાલતા

malaptā

walking slowly with pomp and enthusiasm

મસાણી

અશુદ્ધ, અશુભ, દુઃખી

masāṇī

impure, inauspicious, miserable

મસુર

દાળનો પ્રકાર

masur

મસ્તાન

મશગૂલ

mastān

absorbed

મહારથી

દશ હજાર યોદ્ધાઓ સામે લડી શકે તેવો યોદ્ધો

mahārathī

one who can fight against 10,000 soldiers

મહારાજા

રાજાઓના રાજા, સમ્રાટ

Mahārājā

King of kings, emperor

મહેર

કૃપા

maher

grace

મળિયાગર

ચંદનનો પ્રકાર

maḷiyāgar

a type of sandalwood

મંગળ

શુભ, કલ્યાણકારક

mangaḷ

auspicious

મંગળકારી

કલ્યાણ કરનારા

Mangaḷkārī

one who liberates

માટી

માંસ, બહાદુર

māṭī

1. flesh, 2. brave

માણી

અનુભવી

māṇī

experienced

માણીગર

માણી જાણનાર, ધણી, પતિ

Māṇīgar

master, husband

માથું ઘોળ્યું

માથું સમર્પણ કરવું

māthu ghoḷyu

to sacrifice one’s head

માનની

અભિમાની સ્ત્રી

mānanī

proud woman

મા’લો

ફરો

mā’lo

to travel

માળા તોડે

માળા અધૂરી મૂકે, માળા તોડી નાખે

māḷā toḍe

break from turning the māḷā

મિસરી

સાકર, દાણાદાર ખાંડ

misarī

sugar crystals

મીઠડા

મીઠું બોલનારા

Mīṭhaḍā

One who speaks pleasantly

મીન

માછલી

mīn

fish

મુક્તાફળ

મોતી

muktāfaḷ

pearl

મુખનું પાણી

આબરૂ

mukhnu pāṇī

reputation

મુખિયા

મુખ્ય

mukhiyā

main, major

મુનિરાય

શ્રેષ્ઠ મુનિ

Munirāy

the greatest muni

મુરારિ (મુરારી)

મુર નામના દાનવના શત્રુ

Murāri (Murārī)

enemy to a demon named Mur

મૂલતાન

પંજાબના જિલ્લાનું એક નામ

Mūlatān

the name of a district in Punjab

મૃગતૃષ્ણા

ઝાંઝવાનું જળ, મિથ્યા વસ્તુમાં ગૂંચવાવું તે

mṛug-tṛuṣhṇā

water of a mirage, to get entangled in false objects

મેટકે

ટાળીને

meṭake

having abandoned or destroyed something

મે’ણું

વાંકું બોલીને સંભળાવવું તે, મર્મવચન

me’ṇu

derision, sarcastic speech

મેહ

વરસાદ

meh

rain

મેળ

યોગ, પ્રસંગ

meḷ

contact

મેંગળ

હાથી

mengaḷ

elephant

મોજ

પ્રસાદ, કૃપા

moj

grace

મોતૈયા

લાડુનો પ્રકા૨

motaiyā

મોય

મને

moya

to me

મોરચે

યુદ્ધમાં

morache

in battle

મોરારી

મુર નામના દાનવના શત્રુ

Morārī

enemy to a demon named Mur

મોહનવર

મોહ પમાડવામાં શ્રેષ્ઠ

Mohanvar

the greatest in causing infatuation

મોળિયું

કસબી ફેંટો

moḷiyu

turban

મોળીડા

પાઘ, કસબી ફેંટો

moḷīḍā

turban

ya

યૂં હિ

આવી રીતે

yū hi

in this way

ra

રજિયા

ગમ્યા

rajiyā

to like

રસાયણ

ઔષધ

rasāyaṇ

medicine

રસિયારાજ

રસિકોમાં શ્રેષ્ઠ

Rasiyārāj

રળિયાત

પ્રસન્ન, ખુશી

raḷiyāt

pleased state, delight

રળી રળી

કમાઈ કમાઈને

raḷī raḷī

having earned

રંગચોળ

અતિશય આનંદિત

rangchoḷ

extremely happy

રંગરેલ

અતિશય આનંદી

Rang-rel

one who is extremely happy

રંગલહેરી

અતિ આનંદી

Rang-laherī

One who is extremely happy

રંગ સહિત

અમલ, કેફ, આનંદ સહિત

rang sahit

ecstatic, with joy

રાગ

પ્રેમ

rāg

love

રાચવું

આનંદ પામવું, શોભવું, રાજી થવું

rāchavu

to become happy, to become pleased

રાજીવ

કમળ

rājīv

lotus

રાજીવનેણ

કમળ જેવા નેત્રવાળા, કમળ જેવું નેણ

Rājīv-neṇ

one with lotus eyes

રાડ

બૂમ

rāḍ

shout

રાડ વજાડી

હાહાકાર મચાવ્યો

rāḍ vajāḍī

to cause havoc

રાય

રાજા

rāy

king

રાશિ

ઢગલો

rāshi

heap

રાહ

રસ્તો

rāh

path

રૂઠે

કોપે

rūṭhe

to become wrathful

રૂપું

ચાંદી

rūpu

silver

રૂમઝૂમ

મધુર અવાજ

rūm-zūm

sweet sound

રેખાવળી

રેખાવાળી

rekhāvaḷī

રેણ

રાત્રી

reṇ

night

રેનન

રાત્રી

renan

night

રેંટો

કસબી કિનારનો ઉપરણો, પછેડી, ફેંટો, કમર ઉપર બાંધવાનું લુગડું

renṭo

રોમ

રૂંવાડું, શરીર પરનો વાળ

rom

pore or hair on the body

la

લગડું

ગધેડા ઉપર માલ રાખવા મૂકાતું છાલકું, બોજો

lagaḍu

the load carried by a donkey

લજ્જા

શરમાઈ ગયા

lajjā

embarrassed

લથબથી

એકબીજાને જોરથી વળગ્યા હોય તેમ

lath-bathī

લયું

પ્રાપ્ત થયું

layu

to obtain

લલિત

રસિક, સુંદર

lalit

nice, pleasant

લહત

પામે

lahat

to obtain

લહેરી

આનંદી, મનમોજી

laherī

joyful

લાખણસાઈ

લાડુનો પ્રકાર

lākhaṇsāī

લાગ લાગે

મેળ બેસે

lāg lāge

perfectly set up

લાલ

પુત્ર, કુંવર, ધણી

Lāl

son, endearing name for God

લા’વ

લાભ

lā’v

benefit

લાવણતા

મધુરતા, સુંદરતા, વાણીની છટા

lāvaṇtā

pleasantness, magnanimous speech

લીલવા

લીલોતરી શાકના દાણા

līlavā

peas

લુચાવ

ઇચ્છા

luchāv

desire

લેખાં

હિસાબ

lekhā

accounting

લેરખડા

આનંદી, હસમુખા

lerakhaḍā

joyful

લેર્યાં

સુગંધીમાન થયાં

leryā

to become fragrant

લેશ

જરા, થોડું

lesh

slight, a trace amount

લ્હાવો

લાભ

lhāvo

benefit, opportunity

va

વક્તા

બોલનાર

vaktā

speaker

વગોવ્યું

નિંદા કરી

vagovyu

to blaspheme

વજ્ર

ઈન્દ્રનું હથિયાર

vajra

weapon of Indra (resembling lightning)

વટાણે

વાટેલાં વડાં

vaṭāṇe

વડવાનળ

સમુદ્રમાં શોષણ કરતો અગ્નિ

vaḍavānaḷ

geological fire found deep in the ocean vents

વડી

ફૂલવડી, ચોળાની વડી, ચોખાના લોટમાંથી બનતી વડી

vaḍī

વનમાળા

ઘુંટણ સુધી પહોંચે તેવો હાર

vanmāḷā

a garland that reaches the knees

વનમાળી

વનમાળાને ધારણ કરનાર

Vanmāḷī

one who wears a garland

વરતીને

ઓળખીને

varatīne

having recognized

વલ્કલ

ઝાડની છાલ

valkal

tree bark (referring to garment made from bark of a tree)

વંતાક

રીંગણ

vantāk

eggplant

વાચ

વાણી

vāch

speech

વાજાં

હાર્મોનિયમ, વાજાપેટી

vājā

harmonium

વાટ

રસ્તો

vāṭ

path

વાટડી

કેડી, નાનો રસ્તો

vāṭaḍī

narrow path

વાડ કરવી

અવરોધ કરવો

vāḍ karavī

to prohibit

વાતની વાતે

સહેજમાં, જોતજોતામાં

vātnī vāte

easily, effortlessly

વાતા

વગાડતા

vātā

while playing (a musical instrument)

વાદી

ચર્ચા કરનાર

vādī

one who debates

વાધે

વધે

vādhe

to grow

વાન વાળે

રંગ બદલે

vān vāḷe

to change color

વાનાં

વાનગી, વસ્તુ

vānā

(food) items

વામ

સ્ત્રી, સુંદર, ડાબું

vām

1. woman, 2. nice, 3. left (side)

વામકરણ

ડાબો કાન

vām-karaṇ

left ear

વામે

નાશ પામે

vāme

to be destroyed

વારણા

ઓવારણાં, દુઃખડાં

vāraṇā

વારિ

જળ

vāri

water

વારી

સારો

vārī

nice

વારી નાંખવું

ન્યોછાવર કરવું

vārī nānkhavu

to offer everything

વાવરવા

વાપરવા

vāvarvā

to spend

વાલ

ત્રણ રતિ જેટલો તોલમાપ, લેશ

vāl

a small measurement (of weight)

વાંછના

ઇચ્છા

vānchhanā

desire

વિકરાળ

ભયાનક, ડરામણું

vikarāḷ

terrifying, frightful

વિખ

ઝેર

vikh

poison

વિગ્રહ

શરીર

vigrah

body

વિણગુણ હાર

દોરા વગરના હાર

viṇaguṇ hār

garland made without a string

વિદારી

નાશ કરી

vidārī

destroyed

વિપતે

વિપત્તિમાં, દુઃખમાં

vipate

trouble

વિરક્તિ

વૈરાગ્ય

virakti

detachment

વિશ્વંભર

વિશ્વનું પોષણ કરનારા

Vishvambhar

provider of the whole world

વૃષભાન

રાધાજીના પિતા

Vṛuṣhbhān

Radhaji’s father

વૃંદ

સમૂહ

vṛund

group

વેઢ

બેથી વધારે આંટાવાળી વીંટી

veḍh

ring that has more than two turns of wire

વ્યોમ

આકાશ

vyom

sky

sha

શઠતા

લુચ્ચાઈ

shaṭhatā

deceit

શશિયર

ચંદ્ર

shashiyar

moon

શશી

ચંદ્ર

shashī

moon

શંકા

ભય, સંશય, ડર

shankā

fear, doubt

શાણે

ચતુરાઈથી

shāṇe

with cleverness

શિક્ષા

શિખામણ

shikṣhā

advice, guidance

શિખા

ચોટલી

shikhā

શિરપાવ

પાઘ

shirpāv

turban

શિરમોડ

માથાનો મુગટ, શ્રેષ્ઠ

shiramoḍ

crown

શિરોમણિ

માથાનો મણિ, શ્રેષ્ઠ

shiromaṇi

jewel of the (fore)head

શીશ

માથું

shīsh

head

શેરડિયો

શેરી

sheraḍiyo

street, alley

શ્રવણ

કાન

shravaṇ

ear

શ્રોતા

સાંભળનાર

shrotā

listener

શ્રીમુખે

ભગવાનના મુખે

Shrīmukhe

‘from God’s own mouth’

શ્રેય

કલ્યાણ

shreya

શ્યામ

કાળા રંગવાળા

Shyām

one who is dark skinned

sa

સઈ

સખી

saī

female companion

સકલ

બધા

sakal

all

સદન

ધામ, રહેઠાણ, મહેલ

sadan

abode, residence, palace

સદ્ય

તરત

sadya

immediately

સબવિધિ

બધા પ્રકારના

sab-vidhi

all types

સમી

સાચી

samī

true

સરવાણી

ઝરણું

saravāṇī

stream

સરસું

સારું

sarasu

nice

સરાયે

ધરાયે, કલ્પાયે

sarāye

સહસ્રમુખ

હજાર મુખ

sahasra-mukh

1000 mouths

સંચે

ભેગું કરવું

sanche

to gather

સંતાપ

દુઃખ, ત્રણ તાપ

santāp

misery, the 3 types of miseries

સાખ્ય

સાક્ષી

sākhya

witness

સાજ

ઉપયોગી સરસામાન

sāj

useful items

સાધ

ઇચ્છા, અભિલાષા

sādh

desire

સાધવું

સિદ્ધ કરવું

sādhavu

to achieve

સાન

ઇશારો

sān

tacit glance

સાર

સંભાળ

sār

care

સારંગપાણિ

હાથમાં ધનુષવાળા

Sārangpāṇi

one who holds a bow (and arrow)

સારે

આંજે

sāre

સાલ

આડખીલી, નડતર

sāl

obstruction, hindrance

સાહ્યો

પકડ્યો

sāhyo

held

સાંકળી

કેડે બાંધવાની સાંકળ

sānkaḷī

chain (jewelry) worn on the waist

સાંવરિયા

આશક

Sānvariyā

સિંધુ

સાગર

sindhu

ocean

સીજે

સફળ થાય

sīje

to become successful

સીમા

હદ

sīmā

border, limit

સુકાન

વહાણ કે હોડીની દિશા બદલવા વપરાતી કળ

sukān

helm, steering for a boat

સુકાની

નાવિક, ટંડેલ

sukānī

navigator of a ship

સુખધામ

સુખનું સ્થાન

Sukhdhām

abode of happiness

સુખસાગર

સુખનો દરિયો

Sukh-sāgar

ocean of happiness

સુઘડપણું

ચતુરાઈ, હોશિયારી

sughaḍpaṇu

cleverness

સુધારસ

અમૃતરસ

sudhāras

amrut

સુર

દેવ

sur

deities

સુરતા

લગની

suratā

a state of being absorbed into something

સુરતે

સારી રીતે

surate

in a nice way

સુરંગી

સારા રંગની

surangī

nice colored

સુંદરવર

સારાપતિ

Sundarvar

a great husband (usually referring to God as being a master)

સૂકર

ભૂંડ

sūkar

boar, pig

સૂંથણલી

સુંથણું

sūnthaṇalī

સૂધ

ભાન, ખબર, યાદ

sūdh

awareness, consciousness, presence of mind

સેજ

પથારી

sej

bed

સેણ

સજ્જન, મિત્ર, સ્વામી

seṇ

friend

સેવૈયા

લાડુના પ્રકાર

sevaiyā

સૈયર

બહેનપણી

saiyar

female companion

સોતો

સાથે

soto

with

સોય

તે

soy

that

સોયલું

સુલભ

soyalu

easily attained

સોહાગ

સૌભાગ્ય, સુંદરતા

sohāg

great fortune

સોહાગી

સૌભાગ્યવાળા, સુંદર

sohāgī

one who has great fortune

સોહામણો

સુંદર

sohāmaṇo

nice

સ્રોત

પ્રવાહ

srot

flow

સ્વસ્તિક

સાથિયો

svastik

ha

હડકલાવે

ધમકાવે, હડધૂત કરે

haḍakalāve

to chase away

હરદમ

દરેક શ્વાસે, હંમેશાં

haradam

each second, always

હરજી

હરિ, પરમેશ્વર

Harajī

God

હરાણું

ખેંચાયું

harāṇu

pulled

હરીસો

ચોખાના લોટમાંથી બનાવેલું મિષ્ટાન્ન

harīso

હળાહળ

કાળફૂટ ઝેર

haḷāhaḷ

strong poison

હાક

હાકોટો, ગર્જના

hāk

loud cry

હાટ

દુકાન

hāṭ

shop

હાણ-વરધ

નુકશાની-લાભ

hāṇ-varadh

loss and gain

હામ

હિંમત

hām

courage

હાંસી

મશ્કરી

hānsī

ridicule

હિંસે

આનંદ પામે

hinse

to become happy

હુલ્લાસ

આનંદ

hullās

happiness

હુંકારો ન દેવો

જવાબ ન આપવો

hunkāro na devo

not answer back

હૂબાહૂબ

અતિ ઉત્સાહથી

hūbā-hūb

with pleasure

હેતુરહિત

નિષ્કામ, નિઃસ્વાર્થ

hetu-rahit

without any desires or motives

હેમકડાં

સોનાનાં કડાં

hem-kaḍā

gold bracelets

હેમચંદ્ર

સુવર્ણચંદ્રક

hem-chandra

golden moon

હેલી

સતત વર્ષા, સખી, મિત્ર

helī

1. constant rain, 2. female companion, friend

હૈયાના ફૂટ્યા

કમનસીબ, ભાગ્યના ફૂટ્યા

haiyānā fūṭyā

unfortunate, bad luck

loading