કીર્તન મુક્તાવલી

વિવિધ શ્લોકો

ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન્ પુરુષોત્તમઃ।
જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવ-બંધનાત્॥

ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મ છે. ભગવાન પુરુષોત્તમનારાયણ શ્રીજીમહારાજ છે. જે જન આ સત્ય સિદ્ધાંત જાણે-સમજે છે તે ભવબંધનથી મુક્ત થાય છે.

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવ॥

તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ બંધુ છો, તમે જ મિત્ર છો, તમે જ વિદ્યા છો, તમે જ ધન છો, દેવોના દેવ તમે જ મારું સર્વશ્વ છો. (પાંડવગીતા)

ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ર્ગુરુ ર્દેવો મહેશ્વરઃ।
ગુરુઃ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ॥

દુનિયાનાં દુઃખો દૂર કરવાનો માર્ગ બતાવનાર ગુરુ એ જ બ્રહ્મા, એ જ ગુરુ વિષ્ણુ, એ જ ગુરુ મહાદેવ છે. જ્ઞાન આપનાર ખરા ગુરુ એ જ સાક્ષાત્ પરબ્રહ્મ છે.

શ્રીમત્‍સદ્‍ગુણ શાલિનં ચિદચિદિ વ્યાપ્તં ચ દિવ્યાકૃતિમ્
જીવેશાક્ષર મુક્તકોટિ સુખદં નૈકાવતારાધિપમ્।
જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરૈ ર્વેદાદિકીર્ત્યમ્ વિભૂમ્
તમ્મૂલાક્ષર-યુક્તમેવ સહજાનંદં ચ વન્દે સદા॥

શુભ સદ્‍ગુણોથી શોભતા, સર્વવ્યાપક, દિવ્ય આકૃતિવાળા, જીવ, ઈશ્વર અને અનંત કોટિ મુક્તોને સુખ આપનારા, સર્વ અવતારના અવતારી, વેદમાં જેની કીર્તિ ગવાયેલી છે તેવા તથા મોટા મુનિઓને જાણવા યોગ્ય એવા જે અક્ષરે સહિત પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું.

ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ।
તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ।
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ।

હે પરમાત્મા! અમારી (ગુરુ-શિષ્ય) બંનેની રક્ષા કરો. અમારા બંનેનું પાલન કરો. અમે સાથે રહી તેજસ્વી-દૈવી કાર્યો કરીએ. અમે કરેલું અધ્યયન તેજસ્વી-દૈવી થાય. એકબીજાનો દ્વેષ ન કરીએ. (ઉપનિષદ્‍)

વન્દે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ્
વન્દે પ્રાગજી ભક્ત-મેવ-મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા।
વન્દે યજ્ઞપુરુષદાસ ચરણં શ્રીયોગીરાજં તથા
વન્દે શ્રી પ્રમુખં મહંતગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા॥

શોભાવાન પૂર્ણપુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું. પરમ જ્ઞાનને દેનારા ધામસ્વરૂપ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને વંદું છું. નિષ્પાપ ને બ્રહ્મસ્વરૂપ એવા પ્રાગજી ભક્તને પ્રેમપૂર્વક વંદું છું. યજ્ઞપુરુષદાસજી-શાસ્ત્રીજી મહારાજ અને શ્રી યોગીજી મહારાજ તથા સર્વ ગુણોના ભંડાર સમા પ્રગટ ગુરુ હરિ શ્રી પ્રમુખસ્વામી મહારાજને મારા મોક્ષને માટે ભક્તિપૂર્વક હંમેશાં વંદન કરું છું.

વંદું શ્રીહરિને સદા હૃદયથી, ગુણાતીતાનંદને
વંદું પ્રાગજી ભક્તને વળી નમું, શાસ્ત્રી મહારાજને।
વંદું યોગિગુરુ ગુરુ પ્રમુખજી, સૌના દિલે જે રમે,
વંદું સંત મહંતસ્વામી ગુરુને, કલ્યાણદાતા તમે.

આહ્વાન મંત્ર -

ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ।
ગુણાતીતાક્ષર બ્રહ્મન્ ઉત્તિષ્ઠ કૃપયા ગુરો॥
આગમ્યતાં હિ પૂજાર્થમ્ આગમ્યતાં મદાત્મતઃ।
સાન્નિધ્યાદ્ દર્શનાદ્ દિવ્યાત્ સૌભાગ્યં વર્ધતે મમ॥

હે સહજાનંદ શ્રીહરિ! હે પુરુષોત્તમ! કૃપા કરીને ઉઠો. હે અક્ષરબ્રહ્મ ગુણાતીત ગુરુ! કૃપા કરીને ઉઠો. મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્મામાંથી પધારો. આપના દિવ્ય સાંનિધ્ય અને દર્શનથી મારું સૌભાગ્ય વધે છે. (સત્સંગદીક્ષા: ૬૪-૬૫)

પુનરાગમન મંત્ર -

ભક્ત્યૈવ દિવ્યભાવેન પૂજા તે સમનુષ્ઠિતા।
ગચ્છાથ ત્વં મદાત્માનમ્ અક્ષરપુરુષોત્તમ॥

હે અક્ષરપુરુષોત્તમ મહારાજ! આપની પૂજા ભક્તિભાવથી અને દિવ્યભાવથી જ મેં સંપન્ન કરી છે. હવે આપ મારા આત્માને વિષે વિરાજિત થાઓ. (સત્સંગદીક્ષા: ૭૩)

ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ, સ્વામિનારાયણ પ્રભો!
ધર્મસૂનો દયાસિન્ધો સ્વેષાં શ્રેયઃ પરં કુરુ।
આગચ્છ ભગવન્! દેવ સ્વસ્થાનાત્ પરમેશ્વર!
અહં પૂજાં કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ॥

હે ધર્મના પુત્ર! હે દયાસિન્ધુ! હે નાથ! હે સ્વામિનારાયણ! હે પ્રભુ! જાગો અને પોતાના (ભક્તોનું) પરમ કલ્યા કરો. હે પરમેશ્વર! હે દેવ! હે ભગવાન! આપ આપના સ્થાનમાંથી, અક્ષરધામમાંથી મારી પૂજામાં પધારો. આપ સદા માટે સન્મુખ વિરાજમાન થાવ. હું આપની પૂજા કરવા ઇચ્છું છું.

સ્વસ્થાનં ગચ્છ દેવેશ પૂજામાદાય મામકીમ્।
ઇષ્ટકામ-પ્રસિદ્ધ્યર્થમ્ પુનરાગમનાય ચ॥

હે દેવેશ! મારા અભિલષિત કાર્યની સિદ્ધિ અર્થે આપે મારી પૂજા અંગીકાર કરી હવે આપ આપના સ્વસ્થાનમાં કહેતાં મારા હૃદયમંદિરમાં બિરાજો અને આવતીકાલે મારી પૂજા અંગીકાર કરવા પુનઃ પધારજો.

ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ।
વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે॥

ગુણાતીત ગુરુને પ્રાપ્ત કરીને, પોતાના આત્માને બ્રહ્મરૂપની ભાવના કરીને, દાસભાવથી સ્વામિનારાયણ ભગવાનને હું ભજું છું.

શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં, ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ્।
શાંતિદં મુક્તિદં કામદં કારણં, સ્વામિનારાયણં નીલકંઠં ભજે॥

શ્રીહરિ, અક્ષરબ્રહ્મ સહિત શોભતા, સર્વ દેવોના ઇશ્વર, ભક્તિ અને ધર્મના પુત્ર, શ્રેષ્ઠ દિવ્યરૂપવાળા, શાંતિ આપનારા, મુક્તિ આપનારા, સર્વ કામનાઓ પૂરી કરનારા, સર્વના કારણ, એવા ભગવાન સ્વામિનારાયણનું નીલકંઠવર્ણીનું હું ભજન કરું છું.

શ્રી સત્સંગિજીવનના સારભૂત બે શ્લોકો

ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભક્તિ
ર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈક્યં નિજસ્ય।
નિશ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજ્ય સન્ત
સ્તનમાહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ ધાર્મિકો નીલકંઠઃ॥

“વેદશાસ્ત્રમાં કહેલા સદાચારરૂપી ધર્મનો (બ્રહ્માદિક દેવથી માંડીને મોટા પરમહંસ, બ્રહ્મવેત્તા, સંત, સંન્યાસી, સિદ્ધપુરુષ વગેરે) કોઈએ પણ ક્યારેય ત્યાગ કરવો નહીં. અને તેજોમય અક્ષરધામમાં વિરાજમાન એવા સદા એક દિવ્ય સાકાર મૂર્તિ શ્રીવાસુદેવ ભગવાનની ભક્તિ કરવી તથા પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ભગવાન સિવાય બીજી વસ્તુમાંથી અલ્પ પણ પ્રીતિનો સંપૂર્ણ ત્યાગ કરી, પરમાત્મા પુરુષોત્તમનારાયણનું માહાત્મ્ય જાણવા માટે એકાંતિક સંતોની સેવા કરવી.” એમ શ્રી ધર્મદેવના પુત્ર શ્રી નીલકંઠવર્ણી પોતાના આશ્રિતોને ઉપદેશ કરે છે. (સત્સંગિજીવન, પ્રકરણ ૫, અધ્યાય, ૫૫/૨૮)

દૃષ્ટાઃ સ્પૃષ્ટા નતા વા કૃતપરિચરણા ભોજિતાઃ પૂજિતા વા
સદ્યઃ પુંસામઘૌઘં બહુજનિજનિતં ઘ્નન્તિ યે વૈ સમૂલમ્।
પ્રોક્તાઃ કૃષ્ણેન યે વા નિજહૃદયસમા યત્પદે તીર્થજાતં
તેષાં માતઃ પ્રસઙ્ગાત્કિમિહ નનુ સતાં દુર્લભં સ્યાન્મુમુક્ષોઃ॥

“જેનાં દર્શન કરવાથી, સ્પર્શ કરવાથી, નમસ્કાર કરવાથી, પરિચર્યા કરવાથી દર્શનાદિક કરનારા પુરુષોના અનેક જન્મોમાં કરેલા પાપપુંજને સત્પુરુષો તત્કાળ સમૂળ નિશ્ચય નાશ કરે છે. વળી જે સત્પુરુષોને શ્રીકૃષ્ણ ભગવાને 'જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્', 'સાધવો હૃદયં મમ' ઇત્યાદિ વચનથી પોતાના હૃદય સમાન પ્રિય કહ્યા છે તથા જેમના ચરણમાં તીર્થમાત્ર નિવાસ કરીને રહ્યાં છે. હે માતા! આવા સત્પુરુષોનો પ્રસંગ થાય તો મુમુક્ષુને આ લોકમાં કયો અર્થ દુર્લભ રહે? કોઈ પણ અર્થ અવશેષ રહે નહીં.” આ પ્રમાણે શ્રીહરિએ સ્વમાતા ભક્તિદેવીના પ્રતિ સત્સંગનો મહિમા કહ્યો છે. (સત્સંગિજીવન, હરિગીતા, પ્રકરણ ૧, અધ્યાય, ૩૨/૪૬)

Various Shlok

Guṇātītokṣharam Brahma Bhagwān Puruṣhottamah |
Jano jānan-nidam satyam muchyate bhava-bandhanāt ||

Gunatitanand Swami is Mul Aksharbrahma. Shriji Maharaj is Bhagwan Purushottam. Whoever understands this principle will be freed from the cycles of births and deaths.

Tvameva mātā cha pitā tvameva
Tvameva bandhushcha sakhā tvameva |
Tvameva vidyā draviṇam tvameva
Tvameva sarvam mama deva deva ||

You only are (my) mother, you are my father, you are my kin, you are my friend, you are my knowledge, and you are my wealth. You are the God of all deities and you are everything to me.

Gurur-brahmā gurur-viṣhṇur gurur-devo maheshvarah।
Guruhu sākṣhāt param brahma, tasmai shrīgurave namah॥

The Guru who shows the path to eradicating the world’s miseries is Brahmā, is Vishnu, and is Mahādev. The one who gives true knowledge is the manifest form of Parabrahma.

Shrīmat-‍sad‍guṇa shālinam chidachidi vyāptam cha divyākṛutim
Jīveshākṣhara mukta-koṭi sukhadam naikāvatārādhipam।
Gneyam Shrī Puruṣhottamam munivarair-vedādikīrtyam vibhūm
Tammūlākṣhara-yuktameva Sahajānandam cha vande sadā॥

One who is adorned with eternal virtues; who is all-pervasive; whose form is divine; who endows jivas, ishwars, and infinite muktas with bliss; who is the cause of all avatars; whose renown is sung in the Veds; and who is worthy of knowing by even the great Munis; to that Sahajanand, along with Akshar, I bow eternally.

Aum sahanāvavatu saha nau bhunaktu saha vīryam karavāvahai |
Tejasvīnā-vadhītamastu mā vid-viṣhāvahai |
Aum shāntihi shāntihi shāntihi |

O Parmatma! Protect us (Guru-Shishya) both. Nurture us both. Bless us that we may stay together and engage in noble and godly works. Bless us that what we learn is virtuous and that we do not develop animosity with each other. (Upanishad)

Vande Shrī Puruṣhottamam cha paramam dhāmākṣharam gnānadam
Vande Prāgajī Bhakta-meva-managham brahmaswarūpam mudā |
Vande Yagnapuruṣhdāsa charaṇam Shrī Yogīrājam tathā
Vande Shrī Pramukham Mahanta-guṇinam mokṣhāya bhaktyā sadā ||

I bow to the magnificent Purna Purushottam Narayan Sahajanand Swami. I bow to the form of Akshardham, Aksharbrahma Gunatitanand Swami, who is the endower of ultimate knowledge. I bow with love to Pragji Bhakta who is devoid of sin and is brahmaswarup. I continuously bow with devotion to Shastriji Maharaj, Yogiji Maharaj, and manifest Guruhari Pramukh Swami Maharaj, who is the source of all virtues, for my liberation.

Vandu Shrī Harine sadā hṛudayathī, Guṇātītānandne
Vandu Prāgajī Bhaktane vaḷī namu, Shāstrī Mahārājne |
Vandu Yogī guru guru Pramukhji, saunā dile je rame,
Vandu sant Mahant Swami gurune, kalyāṇ dātā tame ||

I bow down to Shri Hari from the bottom of my heart, along with Gunatitanand Swami. I bow down to Pragji Bhakta and Shastriji Maharaj. I bow down to the compassionate guru, Yogiji Maharaj. I bow down to Brahmswarup Pramukh Swami Maharaj, bestower of liberation.

Āhvān mantra -

Uttiṣhṭha Sahajānanda Shrīhare Puruṣhottam।
Guṇātītākṣhar Brahman uttiṣhṭha kṛupayā guro॥
Āgamyatām hi pūjārtham āgamyatām madātmatah।
Sānnidhyād darshanād divyāt saubhāgyam vardhate mam॥

O Sahajanand Shri Hari! O Purushottam! O Aksharbrahman Gunatit Guru! Please have compassion upon me and arise. Please come forth from my ātmā, grace my puja with your presence and accept my devotion. I become more blessed due to your divine presence and darshan. (Satsang Diksha: 64-65)

Punarāgaman mantra -

Bhaktyaiva divya-bhāvena pūjā te samanuṣhṭhitā।
Gachchhātha tvam madātmānam Akṣhara-Puruṣhottama॥

O Purushottam Narayan, along with Aksharbrahman! I have performed your puja with devotion and divyabhāv. Now, please grace my ātmā with your presence. (Satsang Diksha: 73)

Uttishthottisṭha, He Nāth! Swāminārāyaṇ Prabho
Dharma suno dayā sindho, sveshām shreyam param kuru |
Āgachchha bhagavān deva, svasthanāt Parameshvara
Aham pujām karishyāmi, sadā tvam sanmukho bhava ||

O Son of Dharma, ocean of compassion! O Nath! O Swaminarayan! O Prabhu! Wake up and grant liberation to your supreme devotees. O Parmeshvar! O Dev! O Bhagwan! Please come to my puja from your Akshardham and remain in front of me forever. I wish to worship you with puja.

Svasthnām gachchha devesha, pujāmādāya māmkim
Ishṭa kāma prasiddhyartham, punarāgamanāya cha |

O Devesh! You accepted my desire to worship you with puja. Now please remain in the temple of my heart; and come again tomorrow to accept my puja.

Guṇātītam gurum prāpya brahmarūpam nijātmanah।
Vibhāvya dāsabhāven Swāminārāyaṇam bhaje॥

Having attained a Gunatit guru and believing my atma to be brahmarup, I offer devotion to Bhagwan Swaminarayan with servitude.

Shrīharim sākṣharam sarva-deveshvaram, Bhakti-Dharmātmajam divyarūpam param।
Shāntidam muktidam kāmadam kāraṇam, Swāminārāyaṇam Nīlakanṭham bhaje॥

Shri Hari, with Akshar on his side, is resplendent, the Ishwar of all devas, son of Bhakti and Dharma, who has a supremely divine form, who is bestower of peace and liberation, fulfiller of one's wishes, and cause of all; I worship Bhagwan Swaminarayan - Nilkanth Varni.

Essence of Shrī Satsangijīvan in 2 Shloks

Dharmastyājyo na kaishchit svanigamavihito vāsudeve cha bhaktir-
divyākāre vidheyā sitaghanamahasi brahmaṇaikyam nijasya |
Nishchityaivānya-vastunya-ṇumapi cha ratim samparityajya santa
Stanamāhātmyāya sevyā iti vadati nijān dhārmiko Nīlakanṭhah ||

“No one (Brahmā and other deities, great paramhansas, brahmavetta, sants, sanyasis, etc.) should ever transgress the dharma as propounded by the Vedas. And one should offer devotion to Shri Vasudev Bhagwan, who eternally has a divine form, seated in the luminous Akshardham. Furthermore, believing one's ātmā to be brahmarup and eradicating the slightest affection for material objects other than Bhagwan, one should serve an Ekantik Sant to understand the mahimā of Paramātmā Purushottam Nārāyan.” Shri Nilkanth Varni, son of Dharmadev, preaches to his followers in this manner. (Satsangijivan, Prakaran 5, Adhyay 55/28)

Dṛuṣhṭāh spṛuṣhṭā natā vā kṛutaparicharaṇā bhojitāh pūjitā vā
Sadyah punsāmaghaugham bahujani-janitam ghnanti ye vai samūlam |
Proktāh kṛuṣhṇen ye vā nijahṛudayasamā yatpade tīrthajātam
Teṣhām mātah prasangāt-kimih nanu satām durlabham syān-mumukṣhoh ||

“By whose darshan, by whose touch, by bowing down to and by serving such a satpurush, assuredly one's sins of countless births are eradicated from the roots immediately. Moreover, Shri Krishna Bhagwan says of such a satpurush "gnānī tvātmaiv me matam" and "sādhavo ṛudayam mama", etc., meaning he is my heart and beloved to me. Also, all of the holy places of pilgramage are found at his feet. O Mother (Bhakti Mata), if one finds such a satpurush, what spiritual endeavours remains difficult to attain? Nothing remains unattainable.” Thus, Shri Hari explained the greatness of satsang to Bhakti Devi. (Satsangijivan, Harigita, Prakaran 1, Adhyay 32/46)

loading