કીર્તન મુક્તાવલી
દાસના દુશ્મન હરિ કે’દી હોયે નહિ
૨-૧૦૬૭: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
દાસના દુશ્મન હરિ કે’દી હોયે નહિ,
ભાઈ જે કાંઈ કરશે તે સુખ થાશે;
અણસમજે અટપટું એ લાગે ખરું,
પણ સમઝીને જુવે તો સત્ય ભાસે... દાસ. ૧
ભાઈ સુખમાં હરિ કહો કેને સાંભર્યા,
જો ધન રાજ ને પરિવાર પામે;
રાજના સાજમાં રામજી વિસરે,
વળી માલના મદના મદમાં મત્ત વામે... દાસ. ૨
ભાઈ સંસારના સુખ તે દુઃખ છે દાસને,
તેહ હરિ વિચારીને નહીં જ આપે;
પણ જક્તના જીવ તે જુક્તિ જાણે નહિ,
અણછતાં દાસના દોષ સ્થાપે... દાસ. ૩
ભાઈ દેહતણું દુઃખ તેહ સુખ છે સંતને,
જો અખંડ વરતિ વળી એમ રહે;
નિષ્કુળાનંદ એ દયા નાથની જાણજે,
જે સમજ્યા તે તો એમ જ કહે... દાસ. ૪
[કીર્તનસાર સંગ્રહ: ૨/૪૫૬/સ્વામીની વાત: ૧/૧૪૮]
Dāsnā dushman Hari ke’dī hoye nahi
2-1067: Sadguru Nishkulanand Swami
Category: Updeshna Pad
Dāsnā dushman Hari ke’dī hoye nahi,
Bhāī je kāī karashe te sukh thāshe;
Aṇasamaje aṭpaṭu e lāge kharu,
Paṇ samazīne juve to satya bhāse... Dās. 1
Bhāī sukhmā Hari kaho kene sāmbharyā,
Jo dhan rāj ne parivār pāme;
Rājnā sājmā Rāmjī visare,
Vaḷī mālnā madnā madmā matta vāme... Dās. 2
Bhāī sansārnā sukh te dukh chhe dāsne,
Teh Hari vichārīne nahī ja āpe;
Paṇ jaktanā jīv te jukti jāṇe nahi,
Aṇachhatā dāsnā doṣh sthāpe... Dās. 3
Bhāī dehtaṇu dukh teh sukh chhe santne,
Jo akhanḍ varati vaḷī em rahe;
Niṣhkuḷānand e dayā Nāthnī jāṇaje,
Je samajyā te to em ja kahe... Dās. 4
[Kīrtan Sār Sangrah: 2/456/Swāmīnī Vāt: 1/148]