કીર્તન મુક્તાવલી

હેલી જોને આ ધર્મકુમાર સલૂણો શોભતા

૧-૨૯૮: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૧

હેલી જોને આ ધર્મકુમાર સલૂણો શોભતા;

ચાલે મદઝર ગજની ચાલ, રસિક ચિત્ત લોભતા... ૧

પ્યારી લાલ સુરંગી પાઘ, અલૌકિક બાંધણી;

છુટા પેચ ઝૂક્યા ચહુકોર, અધિક શોભા બણી... ૨

રૂડી રાજે છે નલવટ રેખ, મનોહર માવને;

જોતાં કેસર તિલક અનૂપ, વધારે ભાવને... ૩

ઊભા અલવ કરે અલબેલ, સખાના સંગમાં;

ખેલે બ્રહ્માનંદનો નાથ, રાજેશ્વર રંગમાં... ૪

અનોખી

Helī jone ā Dharmakumār salūṇo shobhtā

1-298: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Pad - 1

Helī jone ā Dharmakumār, salūṇo shobhtā;

 Chāḷe madjhar gajnī chāl, rasik chitt lobhtā. 1

Pyārī lāl surangī pāgh, alaukik bāndhṇī;

 Chhuṭā pech jhukyā chahukor, adhīk shobhā baṇī. 2

Rūḍī rāje che nalvaṭ rekh, manohar māvne;

 Jotā kesar tilak anūp, vadhāre bhāvne. 3

Ūbhā alav kare albel, sakhānā sangmā;

 Khele Brahmānandnā Nāth, rājeshvar rangmā. 4

loading