કીર્તન મુક્તાવલી
સર્વે સખી જીવન જોવાને ચાલો રે
૧-૭૫૪: સદ્ગુરુ ભૂમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
પદ - ૧
સર્વે સખી જીવન જોવાને ચાલો રે,
શેરડિયુંમાં આવે લટકંતો લાલો રે... ꠶ ૧
એની શોભા મુખે વર્ણવી ન જાય રે,
જેને નિગમ નેતિ નેતિ કરી ગાય રે... ꠶ ૨
રોઝે ઘોડે રાજેશ્વર બિરાજે રે,
છબી જોઈ કોટિક કંદર્પ લાજે રે... ꠶ ૩
મળ્યાં આવે મહામુનિનાં વૃન્દ રે,
તેમાં શોભે તારે વીંટ્યો જેમ ચંદ રે... ꠶ ૪
શુક સનકાદિક ઉત્તમ જશ ગાવે રે,
નૃત્ય કરે નારદ વીણા બજાવે રે... ꠶ ૫
નિજ સખા ચમર કરે લઈ હાથ રે,
આ જો આવ્યા ભૂમાનંદના નાથ રે... ꠶ ૬
Sarve sakhī jīvan jovāne chālo re
1-754: Sadguru Bhoomanand Swami
Category: Leelana Pad
Pad - 1
Sarve sakhī jīvan jovāne chālo re,
Sheraḍīyu mā āve laṭkanto lālo re... 1
Enī shobhā mukhe varṇavī na jāy re,
Jene nigam neti neti karī gāy re... 2
Rojhe ghoḍe Rājeshwar birāje re,
Chhabī joī koṭik kandarp lāje re... 3
Maḷyā āve mahāmuninā vrund re,
Temā shobhe tāre vīntyo jem chand re... 4
Shuk Sanakādik uttam jash gāve re,
Nrutya kare Nārad viṇā bajāve re... 5
Nij sakhā chamar kare laī hāth re,
Ā jo āvyā Bhumānandnā Nāth re... 6
Listen to ‘સર્વે સખી જીવન જોવાને ચાલો રે’
Jaydeep Swadia