કીર્તન મુક્તાવલી

એક વાત વળી સાંભરી છે સારી રે

૨-૧૨: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: શ્રીહરિનાં પદો

એક વાત વળી સાંભરી છે સારી રે,

 કહું વિવિધ પ્રકારે (જો) વિચારી રે... ꠶ ૧

એક બા’વરો બેસાર્યો વળી વા’ણે રે,

 માન્યું મૂરખ પડ્યો હું બંધી ખાણે રે... ꠶ ૨

ચડ્યો ફેર ને દીઠું છે સર્વે ફરતું રે,

 માન્યું મનમાં એ પામ્યો હવે મૃત્યુ રે... ꠶ ૩

થયો આકળો અભાગી લાગી લે’રી રે,

 ખરા ખારવા વિશેષે જાણ્યા વેરી રે... ꠶ ૪

ચડી ડોલ ને દીઠું છે દુઃખદાઈ રે,

 મારી ઠેક છેક પડ્યો પાણીમાંઈ રે... ꠶ ૫

એમાં દોષ કહો કેને હવે દઈએ રે,

 મળ્યો સત્સંગ તરી કે તજી જઈએ રે... ꠶ ૬

તજી સુખ પડ્યો દુઃખ ઉદધિમાંઈ રે,

 એમ કાર્યમાં ન જાય કચવાઈ રે... ꠶ ૭

સર્વે સુખદુઃખ વા’ણનું જો સહીએ રે,

 કહે નિષ્કુળાનંદ પાર્ય થઈએ રે... ꠶ ૮

Ek vāt vaḷī sāmbharī chhe sārī re

2-12: Sadguru Nishkulanand Swami

Category: Shri Harina Pad

Ek vāt vaḷī sāmbharī chhe sārī re,

 Kahu vividh prakāre (jo) vichārī re... ° 1

Ek bā’varo besāryo vaḷī vā’ṇe re,

 Mānyu mūrakh paḍyo hu bandhī khāṇe re... ° 2

Chaḍyo fer ne dīṭhu chhe sarve fartu re,

 Mānyu manmā e pāmyo have mṛutyu re... ° 3

Thayo ākaḷo abhāgī lāgī le’rī re,

 Kharā khārvā visheṣhe jāṇyā verī re... ° 4

Chaḍī ḍol ne dīṭhu chhe dukhdāī re,

 Mārī ṭhek chhek paḍyo pāṇīmāī re... ° 5

Emā doṣh kaho kene have daīe re,

 Maḷyo satsang tarī ke tajī jaīe re... ° 6

Tajī sukh paḍyo dukh udadhimāī re,

 Em kāryamā na jāy kachvāī re... ° 7

Sarve sukh-dukh vā’ṇnu jo sahīe re,

 Kahe Niṣhkuḷānand pārya thaīe re... ° 8

loading