કીર્તન મુક્તાવલી
રે ધરિયા અંતર ગિરિધારી
૧-૪૧૧: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૪
રે ધરિયા અંતર ગિરિધારી, શું કરશે ઘોળ્યાં હવે સંસારી... ꠶ટેક
રે હું કોઈની ન રહું ઝાલી, રે વહાલાને થાવા વા’લી,
રે શિર કરમાં લઈને ચાલી... રે ધરિયા꠶ ૧
રે જેમ ગજ જાય બજારે ધસી, રે શ્વાન મરે બહુ ભસી રે ભસી,
તે હાથીને (મન) નહિ શંકા કશી... રે ધરિયા꠶ ૨
રે બળવા ગઈ જો સતી સાચી, રે રોમરોમ પિયા સંગ રાચી,
તે પડમાં જઈ ન વળે પાછી... રે ધરિયા꠶ ૩
રે જો પડથી પાછી આવે, રે લાજ તજી મન લલચાવે,
તે સતી મટીને કુત્તી કા’વે... રે ધરિયા꠶ ૪
રે બ્રહ્માનંદ એમ વિચારી, રે બીક સર્વે કાઢી બારી,
રે મળિયા મોહન સુખકારી... રે ધરિયા꠶ ૫
Re dhariyā antar Giridhārī
1-411: Sadguru Brahmanand Swami
Category: Updeshna Pad
Pad - 4
Re dhariyā antar Giridhārī, shu karashe ghoḷyā have sansārī... °ṭek
Re hu koīnī na rahu zālī, re vahālāne thāvā vā’lī,
Re shir karmā laīne chālī... Re dhariyā° 1
Re jem gaj jāy bajāre dhasī, re shvān mare bahu bhasī re bhasī,
Te hāthīne (man) nahi shankā kashī... Re dhariyā° 2
Re baḷavā gaī jo satī sāchī, re rom-rom piyā sang rāchī,
Te paḍmā jaī na vaḷe pāchhī... Re dhariyā° 3
Re jo paḍthī pāchhī āve, re lāj tajī man lalchāve,
Te satī maṭīne kuttī kā’ve... Re dhariyā° 4
Re Brahmānand em vichārī, re bīk sarve kāḍhī bārī,
Re maḷiyā Mohan sukhkārī... Re dhariyā° 5