કીર્તન મુક્તાવલી
મોહનને ગમવાને ઇચ્છો માનની
૧-૪૨૪: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૧
મોહનને ગમવાને ઇચ્છો માનની,
ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો;
પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો,
હરિચરણે રહેજો અબળા થઈ છેક જો... મોહનને꠶ ૧
વળી એક વાત કહું છું અધિક વિવેકની,
સાંભળ બેની તારા સુખને કાજ જો;
હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી,
ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજ જો... મોહનને꠶ ૨
સુખદાયક તમે જાણો સુંદર શ્યામને,
અતિ દુઃખદાયક મન પોતાનું જાણજો;
મુક્તાનંદના નાથ મગન થઈ સેવજો,
સમજી વિચારી બોલો અમૃતવેણ જો... મોહનને꠶ ૩
Mohanne gamvāne īchchho mānnī
1-424: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 1
Mohanne gamvāne īchchho mānnī,
Tyāgo sarve jūṭhī mannī ṭek jo;
Pativratāno dharma achaḷ karī pāḷjo,
Haricharaṇe rahejo abaḷā thaī chhek jo... Mohan ne 1
Vaḷī ek vāt kahu chhu adhik viveknī,
Sāmbhaḷ benī tārā sukhne kāj jo;
Harijan sange rākho pūraṇ prītḍī,
Tyāgo mad matsar jūṭhī kuḷ lāj jo... Mohan ne 2
Sukhdāyak tame jāṇo sundar Shyāmne,
Ati dukhdāyak man potānu jāṇjo;
Muktānandnā Nāth magan thaī sevjo,
Samjī vichārī bolo amrutveṇ jo... Mohan ne 3
Listen to ‘મોહનને ગમવાને ઇચ્છો માનની’
Jaydeep Swadia