કીર્તન મુક્તાવલી
મારા વા’લાજી શું વા’લપ દીસે રે
૧-૪૯૦: સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી
Category: ઉપદેશનાં પદો
પદ - ૨
મારા વા’લાજી શું વા’લપ દીસે રે, તેનો સંગ શીદ તજીએ,
તે વિના કેને ભજીએ રે... ꠶ટેક
સન્મુખ થાતાં શંકા ન કીજે, મર ભાલા તણા મેહ વરસે રે;
હંસ જઈ હરિજનને મળશે, પછી કાચી તે કાયા પડશે રે... તેનો꠶ ૧
શૂળી ઉપર શયન કરાવે તોય, સાધુને સંગે રહીએ રે;
દુરિજન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખદુઃખ સર્વે સહીએ રે... તેનો꠶ ૨
અમૃતપેં અતિ મીઠાં મુખથી, હરિનાં ચરિત્ર સુણાવે રે;
બ્રહ્મા ભવ સનકાદિક જેવા, જેનાં દર્શન કરવાને આવે રે... તેનો꠶ ૩
નરકકુંડથી નરસું લાગે, દુરિજનનું મુખ મનમાં રે,
મુક્તાનંદ મગન થઈ માગે વહાલા, વાસ દેજો હરિજનનમાં રે... તેનો꠶ ૪
Mārā vā’lājī shu vā’lap dīse re
1-490: Sadguru Muktanand Swami
Category: Updeshna Pad
Pad - 2
Mārā vā’lājī shu vā’lap dīse re,
teno sang shīd tajīe,
Te vinā kene bhajīe re...
Sanmukh thātā shankā na kīje,
mar bhālā taṇā meh varse re;
Hans jaī harijanne maḷshe,
pachhī kāchī te kāyā paḍshe re... teno 1
Shuḷī upar shayan karāve toy,
sādhune sange rahīe re;
Durijan lok durbhāshaṇ bole,
tenu sukh-ḍukh sarve sahīe re... teno 2
Amrutpe ati mīṭhā mukhthī,
Harinā charitrā suṇāve re;
Brahmā bhav Sanakādik jevā,
jenā darshan karvāne āve re... teno 3
Narakkunḍthī narsu lāge,
durijannu mukh manmā re;
Muktānand magan thaī māge vahālā,
vās dejo harijanmā re... teno 4