કીર્તન મુક્તાવલી

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે

૧-૭૪૧: નરસિંહ મહેતા

Category: સંત મહિમાનાં પદો

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;

પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે... વૈષ્ણવ꠶ ટેક

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;

વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે... વૈષ્ણવ꠶ ૧

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેન માત રે;

જીહ્‍વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે... વૈષ્ણવ꠶ ૨

મોહમાયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;

રામ નામશું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે... વૈષ્ણવ꠶ ૩

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે;

ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે... વૈષ્ણવ꠶ ૪

Vaishṇav jan to tene kahīe je pīḍ parāī jāṇe re

1-741: Narsinha Mehta

Category: Sant Mahima Pad

Vaishṇav jan to tene kahīe,

 je pīḍ parāī jāṇe re;

Pardukhe upkār kare toye,

 man abhimān na āṇe re...

Sakaḷ lokmā sahune vande,

 ninda na kare kenī re;

Vāch-kāchh-man nischal rākhe,

 dhan dhan jannī tenī re... vaishṇav 1

Samdrashṭi na trushṇa tyāgī,

 parstrī jene māt re;

Jihvā thakī asatya na bole,

 pardhan nav jhāle hāth re... vaishṇav 2

Mohamāyā vyāpe nahi jene,

 dradh vairāgya jenā manmā re;

Rām nāmshu tāḷī lāgī,

 sakaḷ tīrath tenā tanmā re... vaishṇav 3

Vanlobhī ne kapaṭ rahīt chhe.

 kām krodh nivāryā re;

Bhaṇe Narsaiyo tenu darshan kartā,

 kuḷ ekoter tāryā re... vaishṇav 4

loading