કીર્તન મુક્તાવલી

આજ ગાઉં શું હેત તમારાં

૧-૧૦૦૩: દેવેન્દ્ર પટેલ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

આજ ગાઉં શું હેત તમારાં,

  સ્વામી, ગાઉં શું હેત તમારાં... ꠶ટેક

સ્નેહ જળે સાગર છલકાવ્યા,

વચનામૃતે વાદળ વરસાવ્યાં,

  નેણ જ્યોતે તમ ટાળ્યાં... ૧

પગલે પગલે દીપ પ્રગટાવ્યા,

ભડકે ભડકે નેણ છલકાવ્યાં,

  અંતર દ્વાર ઉઘાડ્યાં... ૨

કોતર કોતર સાથે ઘૂમ્યા,

નીલ ગગનમાં લઈને ઉડ્યા,

  ભવસાગરથી ઉગાર્યા... ૩

Āj gāu shu het tamārā

1-1003: Devendra Patel

Category: Pramukh Swami Maharajna Pad

Āj gāu shu het tamārā,

  Swāmī, gāu shu het tamarā...

Sneh jaḷe sāgar chhalkāvyā,

Vachanāmrute vādaḷ varsāvyā,

  Neṇ jyote tam ṭāḷyā... 1

Pagle pagle dīp pragtāvyā,

bhaḍke bhaḍke neṇ chhalkāvyā,

  Antar dvār ughāḍyā... 2

Kotar kotar sāthe ghumyā,

nīl gaganmā laīne uḍyā,

  Bhavsāgarthī ūgāryā... 3

loading