કીર્તન મુક્તાવલી
એક વાત અનુપ અમૂલ્ય કરું છું કહેવાતણું
૧-૧૦૩૨: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
(સંતનાં લક્ષણ)
પદ - ૧
એક વાત અનુપ અમોલ, કરું છું કહેવાતણું;
પણ મનભાઈ કહે છે મ બોલ્ય, ઘોળ્યું ન કહેવું ઘણું... ૧
પણ વણકહ્યે જો વિગત, પડે કેમ પરને;
સંત અસંતમાં એક મત, નિશ્ચે રહે નરને... ૨
માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લહીએ;
મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કહીએ... ૩
ક’ છે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં;
સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં... ૪
Ek vāt anūp amūlya karu chhu kahevātaṇu
1-1032: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
(Santnā Lakṣhaṇ)
Pad - 1
Ek vāt anūp amol, karu chhu kahevātaṇu;
Paṇ manbhāī kahe chhe ma bolya, ghoḷyu na kahevu ghaṇu. 1
Paṇ vaṇkahye jo vigat, paḍe kem parne;
Sant asantamā ek mat, nische rahe narne. 2
Māṭe kahyā vinā na kaḷāy, sahu te suṇī lahīe;
Moṭā santno kahyo mahimāy, te sant kone kahīe. 3
Ke’ chhe sant sevye sare kāj, em chhe āgammā;
Suṇī Nishkuḷānand te āj, sahu chhe udyammā. 4