કીર્તન મુક્તાવલી
એવા વિકારી જનની વાત દેનારી છે દુઃખની
૧-૧૦૩૭: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૬
એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની;
જેના અંતરમાં દિનરાત, ઇચ્છા વિષય સુખની... ૧
એને અરથે કરે ઉપાય, શોધી સારા ગામને;
પોતે પોતાનું મા’તમ ગાય, ચા’યે દામ વામને... ૨
કરે કથા કીરતન કાવ્ય, અરથ એ સારવા;
ભલો દેખાડે ભક્તિભાવ, પર ઘર મારવા... ૩
એથી કેદી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું;
કહે નિષ્કુળાનંદ નિરવાણ, પેખી પરમાણવું... ૪
Evā vīkārī jannī vāt denārī chhe dukhnī
1-1037: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 6
Evā vīkārī jannī vāt, denārī chhe dukhnī;
Jenā antarmā dinrāt, ichchhā vishay sukhnī... 1
Ene arthe kare upāy, shodhī sārā gāmne;
Pote potānu mā’tam gāy, chā’ye dām vāmne... 2
Kare kathā kīratan kāvya, arath e sarvā;
Bhalo dekhāḍe bhaktibhāv, par ghar mārvā... 3
Ethī kedī na thāy kalyāṇ, jignāsune jāṇvu;
Kahe Nishkuḷānand nīrvāṇ, pekhī paramaṇvu... 4