કીર્તન મુક્તાવલી
સંત અસંતની ઓળખાણ પાડી છે પુરાણમાં
૧-૧૦૩૯: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૮
સંત અસંતની ઓળખાણ, પાડી છે પુરાણમાં;
સુણી સરવે જન સુજાણ, તણાશો મા તાણમાં... ૧
જડભરત જનક જયદેવ, એવું થાવું આપણે;
ત્યારે કરતા અસંતની સેવ, વાત કહો કેમ બણે... ૨
અતિ આદર્યું કામ અતોલ, પરલોક પામવા;
ત્યારે ખરી કરી જોઈએ ખોળ, વિઘનને વામવા... ૩
વણ સમજે સાર અસાર, પાર કહો કોણ થયા;
કરી નિષ્કુળાનંદ વિચાર, સંત અસંત કહ્યા... ૪
Sant asantnī oḷkhāṇ pādī chhe Pūrāṇmā
1-1039: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 8
Sant asantnī oḷkhāṇ, pādī chhe Pūrāṇmā;
Suṇī sarve jan sujāṇ, taṇāsho ma tāṇmā... 1
Jaḍbharat Janak Jaydev, evu thāvu āpṇe;
Tyāre kartā asantnī sev, vāt kaho kem baṇe... 2
Ati ādaryu kām atol, parlok pāmvā;
Tyāre kharī karī joīe khoḷ, vighan ne vāmvā... 3
Vaṇ samje sār asār, pār kaho koṇ thayā;
Karī Nishkuḷānand vichār, sant asant kahyā... 4