કીર્તન મુક્તાવલી
સાચા સંતનાં અંગ એંધાણ રે જોઈ લેવાં જીવડીએ
૧-૧૦૪૦: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
(અસંતનાં લક્ષણ)
પદ - ૯
સાચા સંતનાં અંગ એંધાણ રે, જોઈ લેવાં જીવડીએ;
જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડીઘડીએ... ૧
ખાતાં પીતાં જોતાં જણાશે રે, આશય એના અંતરનો;
ઊઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરનો... ૨
હશે હારદ હૈયા કેરું રે, વણ કહ્યે પણ વરતાશે;
જેમ જેમ છપાડશે ઘણેરું રે, તેમ તેમ છતું થાશે... ૩
ખાય ખૂણે લસણ લકીરે, તે ગંધ કરે છુપાવાનું;
કહે નિષ્કુળાનંદ વાત નકી રે, જેમ છે તેમ જણાવાનું... ૪
Sāchā santnā ang endhāṇ re joī levā jīvaḍīe
1-1040: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
(Asantnā Lakṣhaṇ)
Pad 9
Sāchā santnā ang endhāṇ re, joī levā jīvaḍīe;
Jene maḷve manyu kalyāṇ re, tene jovā ghaḍīghaḍīe... 1
Khātā pītā jotā jaṇāshe re, āshay enā antarno;
Ūṭhe bese bole kaḷāshe re, pāse vastā e narno... 2
Hashe hārad haiyā keru re, vaṇ kahye paṇ vartāshe;
Jem jem chhapāḍshe ghaṇerū re, tem tem chhatu thāshe... 3
Khāy khuṇe lasaṇ lakīre, te gandh kare chhupāvānu;
Kahe Nishkuḷānand vāt nakī re, jem chhe tem jaṇāvānu... 4