કીર્તન મુક્તાવલી

જેવો રસ ભર્યો જે ઠામે રે તેવો તેમાંથી ઝરશે

૧-૧૦૪૧: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૧૦

જેવો રસ ભર્યો જે ઠામે રે, તેવો તેમાંથી ઝરશે;

કોઈ કાઢશે પડ્યે કામે રે, નિશ્ચે તેવો નીસરશે... ૧

જોને આહાર કરે જન જેવો રે, તેવો આવે ઓડકારે;

અણપૂછે નીસરે એવો રે, આશય અંતરનો બા’રે... ૨;

જોને ચીલ ચડે અસમાને રે, નજર તેની નીચી છે;

દેખી મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીંચી છે... ૩

એવા લક્ષણવાળા લાખું રે, દીઠા મેં દૃગે ભરિયા;

કહે નિષ્કુળાનંદ શું ભાખું રે, ઓળખો એની જોઈ ક્રિયા... ૪

Jevo ras bharyo je ṭhāme re ṭevo temāthī jharshe

1-1041: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 10

Jevo ras bharyo je ṭhāme re, ṭevo temāthī jharshe;

 Koī kāḍhshe paḍye kāme re, nische ṭevo nīsarshe... 1

Jone āhār kare jan jevo re, ṭevo āve oḍkāre;

 Aṇpuchhe nīsre evo re, āshay antarno bā’re... 2

Jone chīl chaḍe asmāne re, najar tenī nīchī chhe;

 Dekhī māraṇne man māne re, anya jovā ānkh mīchī chhe... 3

Evā lakshaṇvāḷā lākhu re, dīṭhā me drage bhariyā;

 Kahe Nishkuḷānand shu bhākhu re, oḷkho enī joī kriyā... 4

loading