કીર્તન મુક્તાવલી
વણ સાધુનો વરતારો રે આ પદ સુણતાં ઓળખાશે
૧-૧૦૪૩: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૧૨
વણ સાધુનો વરતારો રે, આ પદ સુણતાં ઓળખાશે;
પછી શોધી સમાગમ સારો રે, તે સાથે પ્રીતિ થાશે... ૧
તેહ વિના મન નહિ માને રે, બીજે દલડું નહિ બેસે;
કાયરની વાતો કાને રે, સાંભળી પંડ્યમાં નહિ પેસે... ૨
આંખ અંતરની ઊઘડશે રે, પડશે પારખું પોતાને;
ખરા ખોટાની ગમ પડશે રે, જડશે વાતો એ જોતાને... ૩
પછી સંત અસંત એક પાડે રે, નહિ દેખે તે કોઈ દને;
કહિ નિષ્કુળાનંદ શું દેખાડે રે, જાણશે જેમ છે તેમ મને... ૪
Vaṇ sādhuno vartāro re ā pad suṇtā oḷkhāshe
1-1043: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 12
Vaṇ sādhuno vartāro re, ā pad suṇtā oḷkhāshe;
Pachhī shodhī samāgam sāro re, te sāthe prīti thāshe... 1
Teh vinā man nahi māne re, bīje dalḍu nahi bese;
Kāyarnī vāto kāne re, sāmbhaḷī panḍyamā nahi pese... 2
Ānkh antarnī ūghaḍshe re, paḍshe pārkhu potāne;
Kharā khoṭānī gam paḍshe re, jaḍshe vāto e jotāne... 3
Pachhī sant asant ek pāḍe re, nahi dekhe te koī dane;
Kahī Nishkuḷānand shu dekhāḍe re, jāṇshe jem chhe tem mane... 4