કીર્તન મુક્તાવલી

જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે

૧-૧૦૪૪: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

(સંતનાં લક્ષણ)

પદ - ૧૩

જેનું તન મન માન્યું ત્યાગે રે, ભક્તિ ધર્મ ભાવે છે;

તેનાં વચન વીંટ્યાં વૈરાગ્યે રે, અંતરમાંથી આવે છે... ૧

શીલ સંતોષ ને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે;

ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે... ૨

એવા સંત સહુના સગા રે, પર ઉપકારી પૂરા છે;

જેના દલમાં નહિ કોઈ દગા રે, સત્ય વાતમાં શૂરા છે... ૩

વળી હેત ઘણું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે;

કહે નિષ્કુળાનંદ શું કહિયે રે, એ જન જોઈ હરિ હરખે છે... ૪

Jenu tan man manyu tyāge re bhakti dharma bhāve chhe

1-1044: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

(Santnā Lakṣhaṇ)

Pad 13

Jenu tan man manyu tyāge re, bhakti dharma bhāve chhe;

 Tenā vachan vīntyā vairāgye re, antarmāthī āve chhe... 1

Shīl santosh ne vaḷī shānti re, emā rahīne bole chhe;

 Dhīrajtā kahī nathī jātī re, gnān dhyānmā ḍole chhe... 2

Evā sant sahunā sagā re, par upkārī pūrā chhe;

 Jenā dalmā nahi koī dagā re, satya vātmā shurā chhe... 3

Vaḷī het ghaṇu chhe haiye re, ānkhe amrut varse chhe;

 Kahe Nishkuḷānand shu kahiye re, e jan joī Hari harkhe chhe... 4

loading