કીર્તન મુક્તાવલી

કહ્યાં ખટ દશ પદ આ ખોળી રે સહુ જનને સમજાવાને

૧-૧૦૪૭: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૧૬

કહ્યાં ખટ દશ પદ આ ખોળી રે, સહુ જનને સમજાવાને;

કહ્યું તન મનમાં મેં તોળી રે, જેમ છે તેમ જણાવાને... ૧

કોય પીયૂષ રસને પાઈ રે, ઉછેરે નર ઉરગને;

તોય નિરવિખ તે ન થાય રે, વાધે વિખ એના અંગને... ૨

જોને જેવો ગુણ જે બીજે રે, તેવો તેહ જણાવે છે;

તેની કોટિ જતન જો કીજે રે, તોય તે શું બદલાવે છે... ૩

એવા ઝેરીલા જન જાણી રે, તરત તેને તજી દેવા;

સુણી નિષ્કુળાનંદની વાણી રે, શુદ્ધ સંતની કરિયે સેવા... ૪

Kahyā khaṭ dash pad ā khoḷī re sahu janne samjāvāne

1-1047: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 16

Kahyā khaṭ dash pad ā khoḷī re, sahu janne samjāvāne;

 Kahyu tan manmā me toḷī re, jem chhe tem jaṇāvāne... 1

Koī pīyūsh rasne pāī re, uchhere nar uragne;

 Toy nirvikh te na thāy re, vādhe vikh enā angne... 2

Jone jevo guṇ je bīje re, ṭevo teh jaṇāve chhe;

 Tenī koṭi jatan jo kīje re, toy te shu badlāve chhe... 3

Evā jherīlā jan jāṇī re, tarat tene tajī devā;

 Suṇī Nishkuḷānandnī vāṇī re, shuddh santnī kariye sevā... 4

loading