કીર્તન મુક્તાવલી

કઠણ વચન કહું છું રે કડવાં કાંકચ્ય રૂપ

૧-૧૦૪૮: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૧૭

કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ્ય રૂપ;

દરદીને ગોળી દઉં છું રે, સુખ થાવા અનૂપ... ૧

ખરે મને જે જન ખાવશે રે, આવું જે ઔષધ;

જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થાશે સદ... ૨

પણ બીક રહે છે બોલતાં રે, સાચી દેતાં શીખ;

ખરાં છિદ્ર કેનાં ખોલતાં રે, વવાઈ જાશે વિખ... ૩

દેહ માનીને દલમાં રે, સુણતાં જાશે સુખ;

પ્રજળશે તેહ પળમાં રે, દાઝ્યે થાશે દુઃખ... ૪

માટે કહું ન કહું કોઈને રે, એમ આવે વિચાર;

નિષ્કુળાનંદ વિચારી જોઈને રે, પછી કરું ઉચ્ચાર... ૫

Kathaṇ vachan kahu chhu re kaḍvā kānkachya rūp

1-1048: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 17

Kathaṇ vachan kahu chhu re, kaḍvā kānkachya rūp;

 Dardīne golī dau chhu re, sukh thāvā anūp... 1

Khare mane je jan khāvshe re, āvu je aushadh;

 Jīraṇ rog teno jāvshe re, sukhī thāshe sad... 2

Paṇ bīk rahe chhe boltā re, sāchī deṭā shīkh;

 Kharā chhidra kenā kholtā re, vavāī jāshe vikh... 3

Deh mānīne dalmā re, suṇtā jāshe sukh;

 Prajaḷshe teh paḷmā re, dājhye thāshe dukh... 4

Māṭe kahu na kahu koīne re, em āve vichār;

 Nishkuḷānand vichārī joīne re, pachhī karu uchchār... 5

loading