કીર્તન મુક્તાવલી

છાના છાના છાના રે તમે ક્યાં સુધી

૨-૧૦૫: સાધુ મહાપુરુષદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

રાગ: બાગેશ્રી

પદ - ૧

છાના છાના છાના રે તમે ક્યાં સુધી રે’શો છાના રે;

છાના રહો તેમાં સુખ શું અમને, કરું છું ઝાઝાં વાનાં રે... ꠶ટેક

સાચે સાચું કે’જો અમને, તમે વાસી છો ક્યાંના રે;

અક્ષરધામ છે ઘર તમારું, તમે વાસી છો ત્યાંના રે... ક્યાં꠶ ૧

ભાગ્ય અમારાં સૌથી ભલાં છે, પડ્યાં તે તમશું પાનાં રે;

જોડ તમારી જોતાં જડે નહિ, નક્કી કર્યું છે નિદાના રે... ક્યાં꠶ ૨

કહો છો બીજું ને કરો છો ત્રીજું, બતાવો છો બૌ બાનાં રે;

મહાપુરુષની સાથે રહેતા’તા, તે દી હતા તમે નાના રે... ક્યાં꠶ ૩

Chhānā chhānā chhānā re tame kyā sudhī

2-105: Sadhu Mahapurushdas

Category: Shastriji Maharajna Pad

Raag(s): Bageshri

Pad - 1

Chhānā chhānā chhānā re tame kyā sudhī re’sho chhānā re;

 Chhānā raho temā sukh shu amne, karu chhu zāzā vānā re... °ṭek

Sāche sāchu ke’jo amne, tame vāsī chho kyānā re;

 Akṣhardhām chhe ghar tamāru, tame vāsī chho tyānā re... Kyā° 1

Bhāgya amārā sauthī bhalā chhe, paḍyā te tamshu pānā re;

 Joḍ tamārī jotā jaḍe nahi, nakkī karyu chhe nidānā re... Kyā° 2

Kaho chho bīju ne karo chho trīju, batāvo chho bau bānā re;

 Mahāpuruṣhnī sāthe rahetā’tā, te dī hatā tame nānā re... Kyā° 3

loading