કીર્તન મુક્તાવલી

જરૂર જાવું છે જાણજો રે પ્રભુજીની પાસ

૧-૧૦૫૧: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૨૦

જરૂર જાવું છે જાણજો રે, પ્રભુજીની પાસ;

એવી દેશીયે મ આણજો રે, વણ કર્યે તપાસ... ૧

જાણો જગ મોટાઈ જૂઠ છે રે, તેની તજો તાણ;

એને ઇચ્છે તે હૈયાફૂટ છે રે, ન ઇચ્છે સુજાણ... ૨

મેલો લાભ આ લોક સુખનો રે, પ્રીત કરો પરલોક;

એ તો મતો છે મૂરખનો રે, ખોટો હરખ શોક... ૩

રૂડા સંતની રીતડી રે, જાણો જુદી જન;

જેને પ્રભુ સાથે પ્રીતડી રે, તે વિચારો મન... ૪

માથે કલંક ને મરશું રે, એ તો છે અકાજ;

તે તો નિષ્કુળાનંદ નરસું રે, જોઈ રીઝે નહિ રાજ... ૫

Jarūr jāvu chhe jāṇjo re Prabhujīnī pās

1-1051: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 20

Jarūr jāvu chhe jāṇjo re, Prabhujīnī pās;

 Evī deshīye ma āṇjo re, vaṇ karye tapās... 1

Jāṇo jag moṭāī jūṭh chhe re, tenī tajo tāṇ;

 Ene īchchhe te haiyāfūṭ chhe re, na īchchhe sujāṇ... 2

Melo lābh ā lok sukhno re, prīt karo parlok;

 E to mato chhe mūrakhno re, khoṭo harakh shok... 3

Rūḍā santnī rītḍī re, jāṇo judī jan;

 Jene Prabhu sāth prītdī re, te vichāro man... 4

Mathe kalank ne marshu re, eto chhe akāj;

 Te to Nishkuḷānand narsu re, joī rījhe nahi rāj... 5

loading