કીર્તન મુક્તાવલી

શોધી આવ્યો તું સતસંગમાં રે ભજવાને ભગવાન

૧-૧૦૫૨: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૨૧

શોધી આવ્યો તું સતસંગમાં રે, ભજવાને ભગવાન;

આવ્યો તૈંયેં તારા અંગમાં રે, નો’તા મોટપ માન... ૧

સહુ સંતને શીશ નામતો રે, થઈને દાસાનુદાસ;

ગુણ ગોવિંદજીના ગાવતો રે, જગથી થઈ ઉદાસ... ૨

એહ ગયું તારી ગાંઠનું રે, બીજું પેઠું પાપ;

લઈ લીધું લક્ષણ લાંઠનું રે, અવળું કર્યું આપ... ૩

બની વાત ગઈ બગડી રે, કવથાણું છે કામ;

દિલે સળગે છે સગડી રે, સહુનો થાવા શ્યામ... ૪

નાને ગુણે મોટપ ન મળે રે, વિચારી જોને વાત;

કહે નિષ્કુળાનંદ કાં બળે રે, ઠાલો દી’ ને રાત... ૫

Shodhī āvyo tu satsangmā re bhajvāne Bhagwān

1-1052: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 21

Shodhī āvyo tu satsangmā re, bhajvāne Bhagwān;

 Āvyo taiye tārā angmā re, no’tā moṭap mān... 1

Sahu santne shīsh nāmto re, thaīne dāsānudās;

 Guṇ Govindjīnā gāvto re, jagthī thaī udās... 2

Eh gayu tārī gānṭhnu re, bīju peṭhu pāp;

 Laī līdhu lakshaṇ lānṭhnu re, avḷu karyu āp... 3

Banī vāt gaī bagḍī re, kavthāṇu chhe kām;

 Dile saḷge chhe sagḍī re, sahuno thāvā Shyām... 4

Nāne guṇe moṭap na maḷe re, vichārī jone vāt;

 Kahe Nishkuḷānand kā baḷe re, ṭhālo di’ ne rāt... 5

loading