કીર્તન મુક્તાવલી

મોટા થાવાનું મનમાં રે દલમાં ઘણો ડોડ

૧-૧૦૫૩: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૨૨

મોટા થાવાનું મનમાં રે, દલમાં ઘણો ડોડ

તેવા ગુણ નથી તનમાં રે, કાં કરે તું કોડ... ૧

તું તપાસી જોને તુજને રે, ઊતરી અંતરમાંય

પછી ઇચ્છજે થાવા પૂજ્યને રે, તેનું નથી કાંય... ૨

કામ ક્રોધ વળી લોભ છે રે, લિયે છે તારી લાજ;

તેણે કરી અંતરે ક્ષોભ છે રે, જો વિચારી આજ... ૩

ભૂંડા ઘાટ ઊઠે છે ભીંતરે રે, જે ન કહેવાય બા’ર;

એહ વાતનો તારે અંતરે રે, નથી નર વિચાર... ૪

નથી ખોળતો ખોટ્ય માંયની રે, દે છે બીજાને દોષ;

કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, અમથો શો અપસોષ... ૫

Moṭā thāvānu manmā re dalmā ghaṇo ḍoḍ

1-1053: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 22

Moṭā thāvānu manmā re, dalmā ghaṇo ḍoḍ;

 Tevā guṇ nathī tanmā re, kā kare tu koḍ... 1

Tu tapāsī jone tujne re, ūtarī antarmāy;

 Pachhī īchchheje thāvā pūjyane re, tenu nathī kāy... 2

Kām krodh vaḷī lobh chhe re, liye chhe tārī lāj;

 Tene karī antare kshobh chhe re, jo vichārī āj... 3

Bhunḍā ghāṭ ūṭhe chhe bhītare re, je na kahevāy bā’r;

 Eh vātno tāre antare re, nathī nar vichār... 4

Nathī khoḷto khoṭya māynīre, de chhe bījāne dosh;

 Kahe Nishkuḷānand nyāy nīre, amtho sho apsosh... 5

loading