કીર્તન મુક્તાવલી
એક ભૂંસાડીને એકડો રે વાળ્યાં મીંડા વીસ
૧-૧૦૫૪: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૨૩
એક ભૂંસાડીને એકડો રે, વાળ્યાં મીંડા વીસ;
જોતાં સરવાળો ન જડ્યો રે, ત્યારે કરે છે રીસ... ૧
ધન વિના કરે છે ધાંખના રે, કાંઈક મળવા કાજ;
પામીશ નહિ પડીકાં રાખનાં રે, ઠાલી ખોઈશ લાજ... ૨
દીવો દિનકર આગળે રે, કરવા જાયે કોય;
શોભા શું લખાય કાગળે રે, ઊલટી હાંસી હોય... ૩
મોટા પંડિત આગે મૂરખો રે, કરે કોય ઉચ્ચાર;
સહુ જાણે પશુ સરખો રે, ભૂલ્યે ન પડે ભાર... ૪
માંડી મોર કળા સોહામણી રે, પછી દેખાડે પૂંઠ;
નિષ્કુળાનંદ લાગે લજામણી રે, જરાય નથી જૂઠ... ૫
Ek bhusāḍīne ekḍo re vāḷyā mīnḍā vīs
1-1054: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 23
Ek bhusāḍīne ekḍo re, vāḷyā mīnḍā vīs;
Jotā sarvālo na jaḍyo re, tyāre kare chhe rīs... 1
Dhan vinā kare chhe dhānkhnā re, kāīk maḷvā kāj;
Pāmīsh nahi paḍīkā rākhnā re, ṭhālī khoīsh lāj... 2
Dīvo dinkar āgḷe re, karvā jāye koy;
Shobhā shu lakhāy kāgḷe re, ūlṭī hāsī hoy... 3
Moṭā panḍit āge mūrakho re, kare koy uchchār;
Sahu jāṇe pashu sarkho re, bhulye na paḍe bhār... 4
Mānḍī mor kaḷā sohāmaṇī re, pachhī dekhāḍe pūṭh;
Nishkuḷānand lāge lajāmaṇī re, jarāy nathī jūṭh... 5