કીર્તન મુક્તાવલી
વાત હેતની હૈયે ધારજો રે સમજીને સુજાણ
૧-૧૦૫૫: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૨૪
વાત હેતની હૈયે ધારજો રે, સમજીને સુજાણ;
કામ પડે એ વિચારજો રે, તો થાશે કલ્યાણ... ૧
પ્રભુજીનાં પદ પામવા રે, આ છે સુંદર સાર;
વડાં વિઘનને વામવા રે, પામવા બેડો પાર... ૨
કહ્યું લગાડીને કડવું રે, લીમથી ઘણું લાખ;
એમ કહીને નો’તું લડવું રે, સહુ પૂરશે સાખ... ૩
કોઈ વીંધે આવી કાનને રે, કરીને કળ છળ;
પણ સમજો તેના તાનને રે, પે’રાવશે કુંડળ... ૪
રૂડું આપણી જે રીતનું રે, શોધી કહ્યું સાર;
કહ્યું નિષ્કુળાનંદે હિતનું રે, સારું સુખ દેનાર... ૫
Vāt hetnī haiye dhārjo re samjīne sujāṇ
1-1055: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 24
Vāt hetnī haiye dhārjo re, samjīne sujāṇ;
Kām paḍe e vichārjo re; to thāshe kalyāṇ... 1
Prabhujīnā pad pāmvā re, ā chhe sundar sār;
Vaḍā vighan ne vāmvā re, pāmvā beḍo pār... 2
Kahyu lagāḍīne kaḍvu re, līmthī ghaṇu lākh;
Em kahīne no’tu laḍvu re, sahu pūrshe sākh... 3
Koī vīndhe āvī kānne re, karīne kaḷ chhaḷ;
Paṇ samjo tenā tān ne re, pe’rāvshe kunḍaḷ... 4
Rūḍu āpṇī je rītnu re, shodhī kahyu sār;
Kahyu Nishkuḷānande hitnu re, sāru sukh denār... 5