કીર્તન મુક્તાવલી

સાચા સંતને ઉપમા શી આપીએ રે

૨-૧૦૫૫: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: સંત મહિમાનાં પદો

પદ - ૩

સાચા સંતને ઉપમા શી આપીએ રે,

ત્રણ ભુવનમાં નથી તેને તુલ્ય રે,

 અનુપ એવા સંત છે રે,

કામધેનું કલ્પવૃક્ષ કેમ કહું રે?

 જેથી ભાંગે નહીં ભ્રાંતિને ભૂલ્ય રે... અનુપ ૧

અર્ક ઇન્દુ ને અમૃતની ઉપમા રે,

 સિંધુ સમાન તે સંત ન કહેવાય રે,

એથી અલ્પ પ્રાપ્તિને નિશ્ચે પામીયે રે,

 વળી જોતાં જોતાં જૂઠી થઈ જાય રે... અનુપ ૨

ચિંતામણિ કે પારસમણિ પામતાં રે,

 સર્વે સિદ્ધિ એની આગે દીસે ન્યૂન રે,

જપ તપ તીરથ યોગ યજ્ઞનું રે,

 જેની જોડે નવ જૂતે કોઈ પુણ્ય રે... અનુપ ૩

ચૌદલોક માંહી ચિત્તે જોયું ચિંતવી રે,

 સર્વે સંપતિનું શોધી જોયું સુખ રે,

કોઈ પુણ્યે પામીને પાછા પડીયે રે,

 અંતે રહે છે જો દુઃખનું દુઃખ રે... અનુપ ૪

કોઈ આપે છે રાજ, સાજ-સંપત્તિ રે,

 કોઈ વિદ્યાશય આપે છે વડાઈ રે,

કોઈ આપે છે સુત પશુ જો આપને રે,

 કોઈ બળ કળ આપે છે કોઈ રે... અનુપ ૫

એ તો અલ્પ સુખ જો આવે જાય છે રે,

 સંત આપે છે અખંડ મહાસુખ રે,

ધન્ય ધન્ય સંતનો મહિમા શું કહું રે,

 નથી કહેવાનું નિષ્કુળાનંદ મુખ રે... અનુપ ૬

Sāchā santne upmā shī āpīe re

2-1055: Sadguru Nishkulanand Swami

Category: Sant Mahima Pad

Pad - 3

Sāchā santne upmā shī āpīe re,

Traṇ bhuvanmā nathī tene tulya re,

 Anup evā sant chhe re,

Kām-dhenu kalpa-vṛukṣha kem kahu re?

 Jethī bhānge nahī bhrāntine bhūlya re... anup 1

Ark Indu ne amṛutnī upmā re,

 Sindhu samān te sant na kahevāy re,

Ethī alp prāptine nishche pāmīye re,

 Vaḷī jotā jotā jūṭhī thaī jāy re... anup 2

Chintāmaṇi ke pārasmaṇi pāmatā re,

 Sarve siddhi enī āge dīse nyūn re,

Jap tap tīrath yog yagnanu re,

 Jenī joḍe nav jūte koī puṇya re... anup 3

Chaud-lok māhī chitte joyu chintavī re,

 Sarve sampatinu shodhī joyu sukh re,

Koī puṇye pāmīne pāchhā paḍīye re,

 Ante rahe chhe jo dukhnu dukh re... anup 4

Koī āpe chhe rāj, sāj-sampatti re,

 Koī vidyāshay āpe chhe vaḍāī re,

Koī āpe chhe sut pashu jo āpane re,

 Koī baḷ kaḷ āpe chhe koī re... anup 5

E to alp sukh jo āve jāy chhe re,

 Sant āpe chhe akhanḍ mahāsukh re,

Dhanya dhanya santno mahimā shu kahu re,

 Nathī kahevānu Niṣhkuḷānand mukh re... anup 6

loading