કીર્તન મુક્તાવલી

માનો મળી છે મોટી વાત હાથ આવી તે મા હારજો રે

૧-૧૦૫૬: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

(મહિમાનાં પદ)

પદ - ૨૫

માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મ હારજો રે;

કરી જતન દિવસ રાત, સૂતાં બેઠાં સંભારજો રે... ૧

સાચો મળ્યો છે સતસંગ, અંગે અચળ કરી રાખજો રે;

રખે ચડે બીજાનો રંગ, એવું ડહાપણ દૂર નાખજો રે... ૨

લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે;

નહિ તો દુઃખનો ઊગત ડાભ, માની લેજો એ મર્મને રે... ૩

આજ પામ્યા છો આનંદ, વામ્યા દારુણ દુઃખને રે;

એમ કહે નિષ્કુળાનંદ, રખે મૂકતા એવા સુખને રે... ૪

Māno maḷī chhe motī vāt hāth āvī te ma hārjo re

1-1056: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

(Mahimānā Pad)

Pad 25

Māno maḷī chhe motī vāt, hāth āvī te ma hārjo re;

 Karī jatan divas rāt, sūtā beṭhā sambhārjore... 1

Sācho maḷyo chhe satsang, ange achaḷ karī rākhjo re;

 Rakhe chaḍe bījāno rang, evu ḍahāpaṇ dūr nākhjo re... 2

Laī beṭhā chho moṭo lābh, bheṭī Pūraṇ Brahmane re;

 Nahī to dukhno ūgat ḍābh, mānī lejo e marmane re... 3

Āj pāmyā chho ānand, vāmyā dārūṇ dukhne re;

 Em kahe Nishkuḷānand, rakhe mūktā evā sukhne re... 4

loading