કીર્તન મુક્તાવલી

ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને રે

૧-૧૦૫૭: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૨૬

ઘણા મોંઘા જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઈને રે;

અક્ષરવાસી આઠું જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે... ૧

અતિ થઈને દીન આધીન, નિત્ય નમાવે છે શીશને રે;

લગની લગાડી લેલીન, જોઈ રહ્યા છે જગદીશને રે... ૨

એવા મુક્તને મળવા કાજ, મોટા ઇચ્છે છે મનમાં રે;

શિવ બ્રહ્મા ને સુરરાજ, તે તો તલસે છે તનમાં રે... ૩

એવા દેવતાનાં દર્શન, થાતાં નથી થોડી વાતમાં રે;

નિષ્કુળાનંદ વિચારો મન, આવો રહસ્ય બેસી એકાંતમાં રે... ૪

Ghaṇā mongha je Ghanshyām nāve najare na maḷe koīne re

1-1057: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 26

Ghaṇā mongha je Ghanshyām, nāve najare na maḷe koīne re;

 Aksharvāsī āṭhu jām, jene rahyā chhe akhanḍ joīne re... 1

Ati thaīne dīn ādhīn, nitya namāve chhe shīshne re;

 Lagnī lagāḍī lelīn, joī rahyā chhe Jagdīshne re... 2

Evā muktane maḷvā kāj, moṭā īchchhe chhe manmā re;

 Shīv Brahmā ne Surrāj, te to talse chhe tanmā re... 3

Evā devtānā darshan, thātā nathī thoḍī vātmā re;

 Nishkuḷānand vichāro man, āvo rahasya besī ekāntmā re... 4

loading