કીર્તન મુક્તાવલી
એની આગળ જો આપણ કોણ ગણતીમાં આવીએ રે
૧-૧૦૬૦: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૨૯
એની આગળ જો આપણ, કોણ ગણતીમાં આવીએ રે;
શીદ ડો’ળીને ડહાપણ, સમજુ શિયાણા હસાવીયે† રે... ૧
જેણે રચ્યું આ જગત, જોને જૂજવી એ જાત્યનું રે;
જોતા મૂંઝાય જાય મત, એવુ કર્યું ભાત ભાતનું રે... ૨
એણે કર્યું એવું એક, થાય નહિ જરૂર જાણીએ રે;
વણકર્યે એ વિવેક, શીદ અભિમાન આણીએ રે... ૩
મેલી ડા’પણ ભોળાપણ, રહીએ દાસના દાસ થઈને રે;
કહે નિષ્કુળાનંદ આપણ, તો બેસિયે લાભ લઈને રે... ૪
†કહાવીએ
Enī āgaḷ jo āpaṇ koṇ gaṇtīmā āvīe re
1-1060: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 29
Enī āgaḷ jo āpaṇ, koṇ gaṇtīmā āvīe re;
Shīd ḍo’ḷīne ḍahāpaṇ, samju shiyāṇā hasāvīe re... 1
Jene rachyu ā jagat, jone jūjvī e jātyanu re;
Jotā mūnjhāī jāy mat, evu karyu bhāt bhātnu re... 2
Eṇe karyu evu ek, thāy nahi jarūr jāṇīe re;
Vaṇkarye e vivek, shīd abhiman āṇīe re... 3
Melī ḍā’paṇ bhoḷāpaṇ, rahīe dāsnā dās thaīne re;
Kahe Nishkuḷānand āpaṇ, to besiye lābh laīne re... 4