કીર્તન મુક્તાવલી

જે જે હરિએ કર્યું હેત એવું કરે કોણ આપણે રે

૧-૧૦૬૧: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૩૦

જે જે હરિએ કર્યું હેત, એવું કરે કોણ આપણે રે;

માત તાત સગાં સમેત, માન્યા સનેહી ભોળાપણે રે... ૧

જોને ગર્ભવાસની ત્રાસ, ટળી ટળે કેમ કોયની રે;

તે પણ ટાળીને અવિનાશ, રાખે ખબર અન્ન તોયની રે... ૨

વળી સમે સમે સંભાળ, જાણો કરે હરિજનને રે;

બીજુ એવું કોણ દયાળ, કાં રે મનાય નહિ મનને રે... ૩

એમ સમજ્યા વિના જન, આવે ઉન્મત્તાઈ અંગમાં રે;

કહે નિષ્કુળાનંદ વચન, પછી મન માને કુસંગમાં રે... ૪

Je je Harie karyu het evu kare koṇ āpṇe re

1-1061: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 30

Je je Harie karyu het, evu kare koṇ āpṇe re;

 Māt tāt sagā samet, mānyā sanehī bhoḷāpaṇe re... 1

Jone garbhavāsnī trās, tāḷī ṭaḷe kem koynī re;

 Te paṇ tāḷīne avināsh, rākhe khabar anna toynī re... 2

Vaḷī same same sambhāḷ, jāṇo kare harijan ne re;

 Bīju evu koṇ dayāḷ, kā re manāy nahi manne re... 3

Em samjyā vinā jan, āve unmattāī angmā re;

 Kahe Nishkuḷānand vachan, pachhī man mane kusangmā re... 4

loading