કીર્તન મુક્તાવલી
કહે તો વળી કહું એક વાત સુણજ્યો સહુ મળી
૧-૧૦૬૪: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૩૩
કહે તો વળી કહું એક વાત, સુણજ્યો સહુ મળી;
છે જો સાંભળ્યા જેવી સાક્ષાત, વા’લપે કહું વળી... ૧
જેમ નરદેવ દઈને દંડ, વેરીને વશ્ય કરે;
લિયે ખાટી તે સર્વે ખંડ, દુષ્ટ તે સરવે ડરે... ૨
તેમ પ્રગટી પૂરણબ્રહ્મ, સંતના શત્રુ હણ્યા;
કામ ક્રોધ લોભ જે વિષમ, તે તૃણ તુલ્ય ગણ્યા... ૩
સ્વાદ સ્નેહ મમતા માન, પાપી પારોઠા કીધા;
કહે નિષ્કુળાનંદ નિદાન, નિજ જન તારી લીધા... ૪
Kahe to vaḷī kahu ek vāt suṇajyo sahu maḷī
1-1064: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 33
Kahe to vaḷī kahu ek vāt, suṇajyo sahu maḷī;
Chhe jo sāmbhaḷyā jevī sākshāt, vā’lape kahu vaḷī... 1
Jem nardev daīne danḍ, verīne vashya kare;
Liye khāṭī te sarve khanḍ, dushṭ te sarve ḍare... 2
Tem pragaṭī Pūraṇbrahma, santnā shatru haṇyā;
Kām krodh lobh je visham, te truṇ tulya gaṇyā... 3
Svād sneh mamtā mān, pāpī pārothā kīdhā;
Kahe Nishkuḷānand nidān, nij jan tārī līdhā... 4