કીર્તન મુક્તાવલી
જેમ જીત્યા એ શત્રુ સમૂહ કામ ક્રોધ લોભ લઈ
૧-૧૦૬૫: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૩૪
જેમ જીત્યા એ શત્રુ સમૂહ, કામ ક્રોધ લોભ લઈ;
સ્વાદ સ્નેહ મમતા મોહ, તે તો દેખાડું કઈ... ૧
કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી;
લોભ ઉપર મહા મુનિરાજ, આવિયા ઝાડે ફરી... ૨
સ્વાદે સહું એકઠું કરી અન્ન, જળ નાખી જન જમે;
સ્નેહે સંભારે નહિ સ્વજન, માનથી દૂર રમે... ૩
કાઢી રીસ કરી હડકાર, બીજા દુષ્ટ બહુ ડર્યા;
કહે નિષ્કુળાનંદ નિરધાર, વેરી એમ વશ્ય કર્યા... ૪
Jem jītyā e shatru samūh kām krodh lobh laī
1-1065: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 34
Jem jītyā e shatru samūh, kām krodh lobh laī;
Svād sneh mamtā moh, te to dekhāḍu kaī... 1
Kām kāraṇe kaḍhāvī lāj, krodhe bolī bandh karī;
Lobh upar mahā munirāj, āviyā jhāḍe farī... 2
Svāde sahu ekṭhu karī anna, jaḷ nākhī jan jame;
Snehe sambhāre nahi svajan, mānthī dūr rame... 3
Kāḍhī rīs karī haḍkār, bījā dushṭ bahu ḍaryā;
Kahe Nishkuḷānand nīrdhār, verī em vashya karyā... 4