કીર્તન મુક્તાવલી
સારો શક્કો બેસાર્યો સુંદર પ્રભુજી પ્રગટ થઈ
૧-૧૦૬૬: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૩૫
સારો શક્કો બેસાર્યો સુંદર, પ્રભુજી પ્રગટ થઈ;
નિષ્કલંક કર્યા નારી નર, ઉત્તમ ઉપદેશ દઈ... ૧
કોઈ કાળે સુણી નહિ કાન, એવી રીતિ આપે આણી;
લોકમાંહી અલૌકી નિદાન, આશ્ચર્ય પામ્યા પ્રાણી... ૨
બહુ સામર્થી વાવરી શ્યામ, કામ તે કંઈક કરી;
પછી પધારિયા નિજ ધામ, શ્રી ઘનશ્યામ હરિ... ૩
વાંસે રહ્યા વેરી વિપરીત, ખરે ખરા ખીજે ભર્યા;
કહે નિષ્કુળાનંદ તેની રીત, દેખી સાચું દાઝી મર્યા... ૪
Sāro shakko besāryo sundar Prabhujī pragaṭ thaī
1-1066: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 35
Sāro shakko besāryo sundar, Prabhujī pragaṭ thaī;
Nishkalank karyā nārī nar, uttam updesh daī... 1
Koī kāḷe suṇī nahi kān, evī rīti āpe āṇī;
Lokmāhī alaukī nidān, āscharya pāmyā prāṇī... 2
Bahu sāmarthī vāvrī Shyām, kām te kaīk karī;
Pachhī padhārīyā nij Dhām, Shrī Ghanshyām Harī... 3
Vāse rahyā verī viprīt, khare kharā khīje bharyā,
Kahe Nishkuḷānand tenī rīt, dekhī sāchu dājhī maryā... 4