કીર્તન મુક્તાવલી
વડું વેર વાળવાને કાજ સાબદા એ સહુ થયા
૧-૧૦૬૭: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૩૬
વડું વેર વાળવાને કાજ, સાબદા એ સહુ થયા;
મોટા મોટાની લેવાને લાજ, તાકે છે તેહ રહ્યા... ૧
ઝીણા ઝાલવામાં નહિ જશ, માટે મોટાને જોશે;
કરશે દગો દેખજ્યો અવશ્ય, વેર વાળી વગોવશે... ૨
માટે સહુ રે’જો સાવધાન, ખબડદાર થઈ ખરા;
જેનું આગે કર્યું અપમાન, તે જાળવે નહિ જરા... ૩
એમ છે એ અનાદિની રીત, નવી એ નથી થઈ;
કહે નિષ્કુળાનંદ ધારો ચિત, સનાતન સાચી કહી... ૪
Vaḍu ver vāḷvāne kāj sābdā e sahu thayā
1-1067: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 36
Vaḍu ver vāḷvāne kāj, sābdā e sahu thayā;
Moṭā moṭānī levāne lāj, tāke chhe teh rahyā... 1
Jhīṇā jhālvāmā nahi jash, maṭe moṭāne joshe;
Karshe dago dekhjyo avashya, ver vāḷī vagovshe... 2
Maṭe sahu re’jo sāvdhān, khabaḍdār thaī kharā;
Jenu āge karyu apmān, te jāḷve nahi jarā... 3
Em chhe anādinī rīt, navī e nathī thaī;
Kahe Nishkuḷānand dhāro chitt, sanātan sāchī kahī... 4