કીર્તન મુક્તાવલી

કૃષ્ણ પધાર્યા કેડ્યાની વાત શ્રી ભાગવતે ભાખી

૧-૧૦૬૮: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૩૭

કૃષ્ણ પધાર્યા કેડ્યાની વાત, શ્રી ભાગવતે ભાખી;

કર્યો અસુરે બહુ ઉતપાત, હરિનારી ઘેર રાખી... ૧

અર્જુનનું ન ઊપજ્યું કાંય, ગાંડીવ ઘણુંયે હતું;

તોય ન થઈ તેહની સા’ય, બુઢાપણ આવ્યું નો’તું... ૨

માટે પ્રભુ ગયા પછી એમ, થાય તેના સંશય શિયા;

સમાસમું રહે કહો કેમ, જેના રખવાળ ગયા... ૩

માટે સમજી સર્વે સુજાણ, વચનમાં વળગી રહેજો;

કહે નિષ્કુળાનંદ નિરવાણ, કઠણ પળ આવી છે જો... ૪

Krishṇa padhāryā keḍyānī vāt Shrī Bhāgvate bhākhī

1-1068: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 37

Krishṇa padhāryā keḍyānī vāt, Shrī Bhāgvate bhākhī;

 Karyo asure bahu utpāt, Harinārī gher rākhī... 1

Arjun nu na ūpajyu kāy, gānḍīv ghaṇuye hatu;

 Toy na thaī tehnī sā’y, būḍhāpaṇ āvyu no’tu... 2

Māṭe Prabhu gayā pachhī em, thāy tenā sanshay shiyā;

 Samāsamu rahe kaho kem, jenā rakhvāḷ gayā... 3

Maṭe samjī sarve sujāṇ, vachanmā vaḷgī rahejo;

 Kahe Nishkuḷānand nirvāṇ kaṭhaṇ, paḷ āvī chhe jo... 4

loading