કીર્તન મુક્તાવલી

મોજમાં રહેવું મોજમાં રહેવું પ્રભુ મળ્યાના કેફમાં રહેવું

૨-૧૦૬૮: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે,

પ્રભુ મળ્યાના કેફમાં રહેવું, મોજમાં... ૧

તેજને મધ્યે મૂર્તિ જે છે, સંત સ્વરૂપે આજ એ છે રે,

સર્વોપરીને શરણે છીએ (૨), નચિંત રહેવું રે... ૨

પારસમણિ ચિંતામણિ, આજ ઓચિંતિ હાથ આવી રે,

દુનિયા કેરા દોકડાંની (૨), શું ખોજમાં રહેવું રે... ૩

જે કાંઈ થાયે સ્વામી કરે છે, શ્રીજી કરે છે સાચું કરે છે રે,

ખાટ હિંડોળે બેસી અહોનિશ (૨), મહાલતા રહેવું રે... ૪

સ્વામીના સ્નેહના સાગરમાંહી, ડુબી ગયા તે તરી ગયા રે,

સંસારમાં તો તર્યા તોયે (૨), ડૂબ્યા જેવું રે... ૫

સંસાર કેરી ફિકર રાખે, અંતવેળાએ લેવા આવે રે,

મૂકી વીમાને અક્ષરધામે (૨), તેડી જાશે રે.... ૬

Mojmā rahevu mojmā rahevu Prabhu maḷyānā kefamā rahevu

2-1068: unknown

Category: Pramukh Swami Maharajna Pad

Mojmā rahevu mojmā rahevu mojmā rahevu re,

Prabhu maḷyānā kefmā rahevu, mojmā... 1

Tejne madhye mūrti je chhe, sant swarūpe āj e chhe re,

Sarvoparīne sharaṇe chhīe (2), nachint rahevu re... 2

Pārasmaṇi chintāmaṇi, āj ochinti hāth āvī re,

Duniyā kerā dokaḍānī (2), shu khojmā rahevu re... 3

Je kāī thāye Swāmī kare chhe, Shrījī kare chhe sāchu kare chhe re,

Khāṭ hinḍoḷe besī ahonish (2), mahāltā rahevu re... 4

Swāmīnā snehnā sāgarmāhī, ḍubī gayā te tarī gayā re,

Sansārmā to taryā toye (2), ḍūbyā jevu re... 5

Sansār kerī fikar rākhe, antaveḷāe levā āve re,

Mūkī vīmāne Akṣhardhāme (2), teḍī jāshe re.... 6

loading