કીર્તન મુક્તાવલી

અન્ન ધન ગયે મળે અન્ન ધન વસ્ત્ર ગયે વસ્ત્ર મળે

૧-૧૦૭૦: સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

Category: ચોસઠપદી

પદ - ૩૯

અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે;

ગયે ભવન મળે ભવન, દિન ગયે દિન મળે... ૧

રાજ ગયે આવી મળે રાજ, સાજ સમાજ સહી;

પણ ગઈ મળે નહિ લાજ, કહેવાની હતી તે કહી... ૨

લાજ ખોઈને કરવું કાજ, એ તો અકાજ ખરું;

મર મળે ત્રિલોકીનું રાજ, ઘોળ્યું પરહરો પરું... ૩

બેઠી બદલામી જેને શીશ, ટળે નહિ કોઈ પળે;

કહે નિષ્કુળાનંદ વસાવીશ, લખાય છે તે કાગળે... ૪

Anna dhan gaye maḷe anna dhan vastra gaye vastra maḷe

1-1070: Sadguru Nishkulanand Swami

Category: Chosath Padi

Pad 39

Anna dhan gaye maḷe anna dhan, vastra gaye vastra maḷe;

 Gaye bhavan maḷe bhavan, din gaye din maḷe... 1

Rāj gaye āvī maḷe rāj, sāj samāj sahi;

 Paṇ gaī maḷe nahi lāj, kahevāṇī hatī te kahī... 2

Lāj khoīne karvu kāj, eto akāj kharu;

 Mar maḷe Trilokinu rāj, ghoḷyu parharo paru... 3

Bethī badlāmī jene shīsh, ṭaḷe nahi koī paḷe;

 Kahe Nishkuḷānand vasāvīsh, lakhāy chhe te kāgaḷe... 4

loading